ખાસ-ખબર સંવાદદાતા
હળવદમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લીમિટેડ (જેટકો)ના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી જુનિયર એન્જીનિયરને આવેદન પત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, પેટા કંપની હેઠળ ચલાવવામાં આવતા સબ સ્ટેશનો કર્મચારીઓનો છેલ્લા ઘણા સમયથી શોષણ કરી રહ્યાં છે જેથી ટેક્નિકલ લાયકાત અને કામકાજ મુજબ યોગ્ય વેતન આપવામાં આવે, સમાન કામ, સમાન વેતન, કાયમી કર્મચારીને મળવા પાત્ર લાભ, પાંચ વર્ષ પૂર્ણ થયેલા કર્મીને કાયમી કરવા તેમજ પગારની વિસંગતતા દૂર કરવી સાથે ટેક્નિશિયનને પંદર વર્ષથી માત્ર 7થી 8 હજાર વેતન આપવામાં આવે છે તેથી તેઓને લઘુતમ વેતન આપવું તેવી માંગ સાથે કાળી પટ્ટી ધારણ કરી આવેદનપત્ર આપ્યું હતું તો સાથે આગામી 17 સપ્ટેમ્બરના રોજ જેટકો દ્વારા ચલાવવામાં આવતા સબ સ્ટેશનના દરેક કર્મચારી દ્વારા પેનડાઉન કરવામાં આવશે જેમાં કોઇપણ પ્રકારની કામગીરી કરવામાં આવશે નહીં અને જાહેર જનતાને અડચણરૂપ બની પાવર સપ્લાયને યોગ્ય સમયે ચાલુ બંધ કરવાની ચીમકી ઉચ્ચારતું આવેદનપત્ર ઉર્જામંત્રી, શ્રમ અને રોજગાર મંત્રી, આઉટસોર્સિંગ એજન્સીઓ, અધિક્ષક એન્જીનિયર ધ્રાંગધ્રા ડિવિઝન, સુપરિટેન્ડેન્ટ એન્જીનિયર સુરેન્દ્રનગર ડિવિઝન તેમજ એમડી જેટકો બરોડાને લખવામાં આવ્યું હતું.
હવે જેટકોના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે ! સમાન કામ, સમાન વેતનની માંગ
