શિમલાનું સંજૌલી ફરી એકવાર ચર્ચામાં છે અને તેનું કારણ એક વિશાળ પાંચ માળની ગેરકાયદે મસ્જિદ છે. મસ્જિદનો ઇતિહાસ લગભગ 30 વર્ષ જૂનો છે, તેના અસ્તિત્વમાં આવ્યા બાદ તરત જ તેનો વિવાદ ફાટી નીકળ્યો હતો. આ ગેરકાયદે મસ્જિદના વિસ્તારમાં બહુમતી હિન્દુ વસ્તી છે. બહુમાળી મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ નમાજ અદા કરવા આવે છે. રાજકીય લાભ માટે રાજ્યની કોંગ્રેસ સરકારે હિન્દુ બહુમતી વિસ્તારમાં ગેરકાયદે મસ્જિદના બાંધકામને અવગણ્યું હતું. શરૂઆતમાં ફક્ત એક જ ઓરડો બનાવવામાં આવ્યો હતો અને ધીમે ધીમે આખી પાંચ માળની મસ્જિદ બનાવવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના રેકોર્ડ મસ્જિદને ગેરકાયદે બાંધકામ તરીકે દર્શાવે છે. ત્યારબાદ રાજ્ય સરકારે આ મસ્જિદ તોડી પાડવાનો આદેશ આપ્યો, પરંતુ પછી આદેશ પર રોક લગાવવામાં આવી હતી.
સ્ટે ઓર્ડર અને લાંબી કાનૂની કાર્યવાહીને કારણે સંજૌલીના હિન્દુઓ ધીરજ ગુમાવી ચૂક્યા છે. પરિણામે હિન્દુ સંઘર્ષ સમિતિએ ગેરકાયદે મસ્જિદ સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. સમિતિએ માંગ કરી હતી કે, મસ્જિદને પાણી અને વીજળીનો પુરવઠો બંધ કરવામાં આવે. મ્યુનિસિપલ કોર્પોરેશને સમિતિને ખાતરી આપી હતી કે, તેમની માંગ મુજબ વીજળી અને પાણીનો પુરવઠો બંધ કરવામાં આવશે. જોકે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સંજૌલી પોલીસ સ્ટેશન પાસે હિન્દુ પ્રદર્શનકારીઓ માટે એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે. અહીં દિવસ ગરમ હોય છે પરંતુ રાત્રે તાપમાન 3થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે. છતાં હિમાચલ કોંગ્રેસ સરકાર અને સ્થાનિક વહીવટથી નિરાશ હિન્દુ પ્રદર્શનકારીઓ ઝૂકવા તૈયાર નથી. કકડતી ઠંડી અને ધોમધખતા તાપમાં વિરોધ પ્રદર્શન ચાલતું હોય છે. અનુસંધાન પાના નં.6 પર
- Advertisement -
શરૂઆતમાં ફક્ત એક જ ઓરડો બનાવાયો હતો અને ધીમે-ધીમે આખી પાંચ માળની મસ્જિદ ખડકી દેવાઈ
મહેબૂબ શેખ સહાયક ટાઉન પ્લાનર બન્યા પછી વિરોધી બની ગયા
ગેરકાયદે મસ્જિદનો પાયો નાખનાર મોહમ્મદ સલીમની પ્રવૃત્તિઓ શંકાસ્પદ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને 1990થી 2024 દરમિયાન મુસ્લિમ ટોળાને એકત્ર કરવા અને મસ્જિદના ગેરકાયદે બાંધકામ માટે મોહમ્મદ સલીમ સામે કાર્યવાહીની પણ માંગ કરી હતી. તે સમયે ઇન્સ્પેક્ટર જનરલ મહેબૂબ શેખે તપાસમાં મોહમ્મદ સલીમ પર આરોપ મૂક્યો હતો, પરંતુ બાદમાં તેમણે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. મીડિયા સાથે વાત કરતા એક સ્થાનિકે જણાવ્યું હતું કે, સહાયક ટાઉન પ્લાનર બન્યા પછી મહેબૂબ શેખે તેમના અહેવાલમાં મોહમ્મદ સલીમને ક્લીનચીટ આપી હતી. તેમણે કહ્યું હતું કે, મોહમ્મદ સલીમની આ બાબતમાં કોઈ સંડોવણી નથી. તેમણે સૂચન કર્યું હતું કે, વક્ફ બોર્ડને આ કેસમાં પક્ષકાર બનાવવો જોઈએ. સ્થાનિકોએ કહ્યું હતું કે, મહેબૂબ શેખે મસ્જિદના વિસ્તરણ માટે ભંડોળની વ્યવસ્થા કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સ્થાનિકના જણાવ્યા મુજબ લોકો મહેબૂબ શેખ અને તેમની મિલકતો સામે તપાસની માંગ કરતા રહ્યા પરંતુ સરકારે કોઈ ધ્યાન આપ્યું નહીં.
- Advertisement -
હિમાચલનાં સંજૌલી ગામમાં આજથી ત્રીસેક વર્ષ અગાઉ એક પણ મુસ્લિમ નહોતો, આજે ત્યાંની સ્થિતિ ભયાવહ છે
મીડિયાએ વિરોધ કરી રહેલા હિન્દુ સમુદાયના સભ્યો સાથે ખાસ વાત કરી અને તેમની ચિંતાઓ સાંભળી. સમિતિના એક સભ્યના જણાવ્યા અનુસાર 30 ઓગસ્ટ 2024ના રોજ આ બાબતે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, જ્યારે 5-6 મુસ્લિમ ઇમિગ્રન્ટ્સના જૂથે એક સ્થાનિક યુવક પર હુમલો કર્યો હતો અને તેના માથામાં ઇજા પહોંચાડી હતી. આરોપીઓને એક મસ્જિદમાં આશ્રય આપવામાં આવ્યો હતો, જ્યાંથી પોલીસે તેમને પકડી લીધા હતા. આવી ઘટનાઓથી સ્થાનિક હિન્દુઓની ધીરજ ખૂટી ગઈ છે. મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ દ્વારા વધતા ગુનાઓથી પહાડીઓની શાંતિ ડહોળાઈ ગઈ છે. સંજૌલીમાં ગેરકાયદે મસ્જિદ આવા ગુનેગારો માટે આશ્રયસ્થાન બની ગઈ છે.
મીડિયાએ ચાલુ વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા અન્ય એક સ્થાનિક સાથે વાત કરી હતી. સ્થાનિકે કહ્યું હતું કે, બહારથી હિમાચલપ્રદેશ આવતા લોકોની સંખ્યા ઝડપથી વધી છે. તેમણે ઉમેર્યું કે આ વિસ્તારમાં રોજ નવા ચહેરાઓ દેખાય છે અને તેમની પ્રવૃત્તિઓ શંકાસ્પદ લાગે છે. તેમણે સ્થાનિક મહિલાઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી. સ્થાનિકના મતે આ વિસ્તારમાં મુસ્લિમ વસ્તી લગભગ 3% હતી પરંતુ ટૂંકાગાળામાં તેમની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. બાંગ્લાદેશી નાગરિકો, રોહિંગ્યા અને અન્ય રાજ્યોના મુસ્લિમો સહિત બહારથી આવતા ઘુસણખોરોએ સ્થાનિક મુસ્લિમ વસ્તીના વધારામાં ફાળો આપ્યો છે.
“સ્થાનિક વસ્તી વિષયક માળખામાં ષડયંત્રના ભાગ રૂપે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. હિન્દુઓને દબાવવા માટે એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. શિમલા મોટું શહેર નથી, અને સંજૌલી તેનાથી પણ નાનો વિસ્તાર છે. મુખ્ય શહેર શિમલાથી દૂર સંજૌલી જેવા નાના વિસ્તારમાં વસવું સામાન્ય નથી. અહીં કોઈ મુસ્લિમ વસ્તી નથી, પરંતુ ધીમે ધીમે સ્થાનિક વસ્તી વિષયક માળખાને બદલવા માટે અહીં ભીડ એકઠી થઈ રહી છે. ફળ વિક્રેતાઓએ સસ્તા ભાવે ફળો વેચવાનું શરૂ કર્યું છે. હવે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સ્થાનિકો પર હુમલા થઈ રહ્યા છે. અમે ભવિષ્યની ચિંતા કરીએ છીએ. મને લાગે છે કે આગામી પેઢી નમાઝ પઢવાનું શરૂ કરશે,” એવું સ્થાનિકે કહ્યું હતું.
અન્ય એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, “જ્યારે અમારી બહેનો તેમના બાળકો સાથે શાળાએથી પાછી આવે છે, ત્યારે નમાઝ પઢતી વખતે તેમને ત્યાં સુધી રોકવામાં આવે છે જ્યાં સુધી નમાઝ પઢનારા ન જાય. મુસ્લિમ ગાડીઓ અને તૈયાર દુકાનો પણ મોટી સંખ્યામાં દેખાવા લાગી છે. ખરીદી કરવા જતી વખતે મહિલાઓને અભદ્ર ટિપ્પણીઓનો સામનો કરવો પડે છે.” આમ સંજૌલીની ગેરકાયદે મસ્જિદ એક દૂષણ બની ગયાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
મસ્જિદ બનાવનાર મોહમ્મદ સલીમ મોટો કાવતરાખોર
સંજૌલીમાં કેટલાક મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ દ્વારા સ્થાનિક યુવાનો પર હુમલો કરવાની ઘટનાએ લોકોમાં રોષ ફેલાવ્યો હતો. 5 સપ્ટેમ્બર 2024 અને 11 સપ્ટેમ્બર 2024 ના રોજ મોટા પાયે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. આ તણખા વર્ષોથી સળગી રહ્યા હતા. 1990માં મોહમ્મદ સલીમ સંજૌલી આવ્યા. તેઓ દરજી હતા. સરકારી જમીન પર બનેલી શાળા સ્થળાંતરિત થયા પછી તેમણે જમીનનો એક ભાગ કબજે કર્યો. તેમણે તેના પર એક માળનું બાંધકામ બનાવ્યું, જે ધીમે ધીમે બહુમાળી ઇમારતમાં પરિવર્તિત થયું. તેમણે તે માળખાને મસ્જિદમાં વિકસાવ્યું. રાજકીય લાભ માટે તેમને મસ્જિદ માટે વક્ફ બોર્ડ તરફથી એનઓસી આપવામાં આવ્યું. મસ્જિદને ખૂબ ભંડોળ મળ્યું, ટૂંકસમયમાં એક પૂર્ણ મસ્જિદ બનાવવામાં આવી. જેમજેમ માળની સંખ્યા વધતી ગઈ તેમતેમ તેમાં નમાઝ પઢવા આવતા મુસ્લિમોની સંખ્યા પણ વધતી ગઈ. પાંચ માળની આખી ઇમારતનો ઉપયોગ ફક્ત મસ્જિદ તરીકે થવા લાગ્યો. નોંધનીય છે કે, આ વિસ્તારમાં નજીકમાં કોઈ મુસ્લિમ વસાહત નથી. નમાઝ પઢવા માટે મસ્જિદમાં આવતા મુસ્લિમો મુખ્યત્વે બહારના લોકો હોય છે. મસ્જિદમાં મોટી ઇમારત હોવા છતાં, તેના ગ્રાઉન્ડ ફ્લોર પર ફક્ત બે શૌચાલય છે. મોટી સંખ્યામાં મુસ્લિમો જેઓ મસ્જિદમાં નમાઝ પઢવા માટે ભેગા થાય છે તેમના માટે શૌચાલયની સંખ્યા પૂરતી નથી. તેથી મુસ્લિમો ખુલ્લામાં નમાઝ પઢતા પહેલા અજુ કરે છે. આ વિસ્તારમાં હિન્દુ સમુદાયનો મોટો સમુદાય છે. બપોરે મહિલાઓ શાળાએથી પાછા ફર્યા પછી અથવા રોજિંદા કામકાજ માટે બહાર ગયા પછી તેમના બાળકોને ઘરે લઈ જાય છે. આટલી મોટી સંખ્યામાં મુસ્લિમ પુરુષો ખુલ્લામાં અજુ કરે છે, જેના કારણે સ્થાનિક હિન્દુ મહિલાઓને અસુવિધા થાય છે. જ્યારે મહિલાઓએ મુસ્લિમો દ્વારા ખુલ્લામાં અજુ કરવા સામે વાંધો ઉઠાવ્યો ત્યારે તેમને અભદ્ર ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો. જોકે તેમણે આ બાબત પોલીસને જાણ કરી ન હતી, કારણ કે પર્વતોમાં પોલીસને વ્યક્તિગત બાબતોમાં સામેલ ન કરવી એ સામાન્ય પ્રથા છે.



