હડકવા મુક્ત યોજના અંતર્ગત લેવાયો અમદાવાદ મહાપાલિકાનો નિર્ણય
અમદાવાદમાં કૂતરા પાળવા માટે રૂ.500થી 1 હજાર સુધીનું લેવું પડશે લાયસન્સ
- Advertisement -
ગાયની જેમ કૂતરાને પણ લગાવાશે ચિપ
ખાસ ખબર રાજકોટ તા. 27
હવે પાલતુ શ્વાન રાખવા હશે તો લાયસન્સ લેવું પડશે. હડકવા મુક્ત યોજના અંતર્ગત નિર્ણય લેવાયો છે. જેમાં કૂતરા પાળવા માટે રૂપિયા 500થી 1 હજાર સુધીનું લાયસન્સ લેવું પડશે. તેમજ ગાયની જેમ કૂતરાને પણ ચિપ લગાવાશે. તથા આગામી દિવસમાં આ નિયમ અમદાવાદ મનપા દ્વારા લાગુ કરાશે.
- Advertisement -
અમદાવાદ મનપાનો મોનીટરીંગ કમિટીની રચના કરવાનો પ્લાન છે. જેમાં મનપાએ લીધેલા નિર્ણયનું પાલન કમિટીના સભ્યો કરાવશે. શેરીમાં ભટકતાં કૂતરાંઓના ત્રાસ અંગે તો ઘણી વખત હોબાળો મચ્યો છે. કોર્પોરેશને પણ રખડતાં કૂતરાંઓને અંકુશમાં રાખવા માટે પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ પડોશીઓને કનડતાં પાલતુ કૂતરાંઓ માટે કોઈ નિયમો છે ખરા? બી.પી.એમ.સી. એક્ટ- બોમ્બે પ્રોવિન્સનલ મ્યુનિસપિલ કોર્પોરેશન્સ એક્ટ 1949ની જોગવાઈ મુજબ પાલતુ કૂતરાં રાખવા માટે પણ લાઇસન્સ લેવું ફરજિયાત છે. અલબત્ત કોર્પોરેશનના સત્તાધીશો પણ કદાચ આ કાયદો ભૂલી ગયા છે. બી.પી.એમ.સી. એક્ટની કલમ 191-એ હેઠળ પાળેલા કૂતરા માટે લાઇસન્સ ફરજિયાત છે. અને જો કોઈએ લાઇસન્સ ન લીધું હોય તો કૂતરાના માલિક સામે 191-બી(3-બી) એક્ટ હેઠળ પગલાં લઈ શકાય છે.
કૂતરાને સુધરાઈના કબજામાં લઈ લેવાની નોટિસ આપવામાં આવે છે. આ સિવાય કોઈ પગલાં લેવાની કડક જોગવાઈ નથી, જ્યારે આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ બી.પી.એમ.સી. એક્ટ 1949માં થયેલા એમેડમેન્ટ રૂલ્સની કલમ 376 મુજબ કાયદાનો ભંગ કરનારી વ્યક્તિને રૂ.બે હજારથી માંડીને 7 હજારનો દંડ થઈ શકે છે. તે જ રીતે બી.પી.એમ.સી. એક્ટની કલમ 22 મુજબ લાઇસન્સ ઓથોરિટી મ્યુનિ. કોર્પોરેશન છે. તેના લાઇસન્સ બ્રાન્ચના ઇન્સપેક્ટર ઘરની રૂબરૂ મુલાકાત લઈને તે ઘર કૂતરાં માટે યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરે છે. આ સાથે જ કૂતરાની હિસ્ટ્રી ઉપરાંત તેની સામાન્ય વર્તણૂંક પણ જોવામાં આવે છે, તેમજ ઘરના માલિક પાસે તેમની મિલકતની ટેક્સ ભર્યાની રિસિપ્ટ ઉપરાંત રેસિડેન્ટ પ્રૂફની ખરાઈ કરવામાં આવે છે. તમામ પ્રકારની ચકાસણી બાદ લાઇસન્સ ઇશ્યુ કરવાની જોગવાઈ છે.