ડિજિટલ પહેલ : રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને વધુ સુવિધા અને સમય બચત માટે મહત્વનો નિર્ણય
માઈગ્રેશન, પાસ સર્ટિફિકેટ, ડુપ્લિકેટ માર્કશીટ, સમાનતા પ્રમાણપત્ર મેળવવા
હવે કચેરીમાં દોડધામ નહીં કરવી પડે
- Advertisement -
વિદ્યાર્થીઓએ બોર્ડની વૅબસાઈટ પર ઑનલાઈન અરજી કરી નિયત ફી ભરવાની રહેશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
રાજ્ય શિક્ષણ બોર્ડ (GSHEB) દ્વારા વિદ્યાર્થીઓને વધુ સુવિધા અને સમય બચત માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. હવે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો જેમ કે માઈગ્રેશન સર્ટિફિકેટ, પાસ સર્ટિફિકેટ, ડુપ્લિકેટ માર્કશીટ, તેમજ સમાનતા પ્રમાણપત્ર (Equivalency Certificate) વગેરે મેળવવા માટે હવે ઓફિસોમાં દોડધામ કરવાની જરૂર નહીં રહે. વિદ્યાર્થીઓ ઘેરબેઠાં જ www. gsebeservice.com પોર્ટલ દ્વારા આ તમામ પ્રમાણપત્રો માટે ઓનલાઈન અરજી કરી શકશે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ બીજા રાજ્યોમાં અભ્યાસ કે નોકરી માટે જઈ રહ્યા છે અથવા જેમના દસ્તાવેજો ખોવાઈ ગયા છે તેઓ આ પોર્ટલ દ્વારા માઈગ્રેશન સર્ટિફિકેટ, ડુપ્લિકેટ માર્કશીટ/સર્ટિફિકેટ અને ઈંઝઈં/ડિપ્લોમા પછી સમકક્ષતા પ્રમાણપત્ર ઘેરબેઠાં મેળવી શકે છે. GSHEB દ્વારા શરૂ કરાયેલું આ પોર્ટલ સંપૂર્ણ રીતે ડિજિટલ સિસ્ટમ પર આધારિત છે, જેમાં વિદ્યાર્થીઓએ ’ ‘Register Now’’ પર ક્લિક કરી પોતાનો રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો (જેમ કેમાર્કશીટ, ફોટો, ID પ્રૂફ વગેરે) અપલોડ કરીને ફી ઓનલાઈન ભરવી રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર વિદ્યાર્થીઓને પોસ્ટ અથવા ઈ-મેલ મારફતે પહોંચાડવામાં આવશે. બોર્ડની આ ઓનલાઈન સેવાઓમાં કોઈ મુશ્કેલી હોય તો. વિદ્યાર્થીઓ હેલ્પલાઈન નંબર 079-23252505 પર સંપર્ક કરી શકે છે. આ ડિજિટલ પહેલથી વિદ્યાર્થીઓને હવે પ્રમાણપત્રો મેળવવા માટે બોર્ડ ઓફિસના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને સમયની બચત થશે.
- Advertisement -
ઑનલાઈન લાભ લઇ શકાશે
1. માઈગ્રેશન સર્ટિફિકેટ : ધોરણ 10 કે 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ જો બીજા રાજ્યની યુનિવર્સિટી કે સંસ્થામાં પ્રવેશ લેવા માગતા હોય, તો માઇગ્રેશન સર્ટિફિકેટ આવશ્યક છે. આ માટે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી. વિગતો (નામ, સીટ નંબર, પાર્સિંગ 52) અને દસ્તાવેજો (માર્કશીટ, ઈંઉ પ્રૂફ. સ્કૂલનું લેટર) અપલોડ કરવાનાં રહે છે. જો પહેલાં માઇગ્રેશન સર્ટિફિકેટ લીધું હોય. તો એફિડેવિટની જરૂર પડે છે.
2. ડુપ્લિકેટ માર્કશીટ/સટિફિકેટ : જો વિદ્યાર્થીની માર્કશીટ કે સર્ટિફિકેટ ખોવાઈ ગયાં હોય. નુકસાન પામ્યાં હોય તો ડુપ્લિકેટ દસ્તાવેજ માટે ઓનલાઇન અરજી કરી શકાય છે. આ માટે ઋઈંછ (પોલીસ રિપોર્ટ), સ્કૂલનો લેટર, હોલ ટિકિટની કોપી અને ઈંઈંઉ પ્રૂફ અપલોડ કરવાનો રહે છે. નામ સુધારવા માટે એફિડેવિટ અને ગેઝેટ નોટિસ જરૂરી છે.
3. સમકક્ષતા પ્રમાણપત્ર : જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિના 2 વર્ષનું ઈંઝઈં અથવા 3 વર્ષનું ડિપ્લોમા (અઈંઈઝઊ માન્ય) પૂર્ણ કર્યું હોય. તેઓ સમકક્ષતા પ્રમાણપત્ર મેળવી શકે છે. આ પ્રમાણપત્ર ઉચ્ચ અભ્યાસ માટે કે નોકરી માટે ધોરણ 12ની યોગ્યતા દર્શાવે છે. અરજી માટે ઈંઝઈં/ડિપ્લોમાની માર્કશીટ, પાર્સિંગ સર્ટિફિકેટ, ધોરણ 10ની માર્કશીટ અને ઇન્સ્ટિટ્યુટનો લેટર અપલોડ કરવાના રહે છે. તમામ અરજી પછી 7થી 15 દિવસમાં પ્રમાણપત્રો પોસ્ટ મારફતે વિદ્યાર્થીના સરનામે મોકલવામાં આવે છે.
આ પ્રક્રિયા કરવી પડશે
પ્રથમ બ્રાઉઝરમાં ૂૂૂ. લતયબયતયદિશભય.ભજ્ઞળ સર્ચ કરો.
પોર્ટલના હોમ પેજમાં આવેલા ‘છયલશતયિિં ગજ્ઞૂ’ પર ક્લિક કરો.
હત્યારબાદ તેમાં નામ, જન્મ તારીખ, જેન્ડર, મોબાઇલ નંબર, ઈ-મેલ, સરનામું તથા પાસવર્ડ નાખી સબમિટ કરો.
હત્યારબાદ ‘ઓનલાઈન સ્ટુડન્ટ સર્વિસ’, ‘માઈગ્રેશન સર્ટીફિકેટ’, ‘10મું પાસ માઈગ્રેશન સર્ટિફિકેટ’ અથવા ‘12મું પાસ માઈગ્રેશન સર્ટિફિકેટ’, ધો. 10ની ડુપ્લિકેટ માર્કશીટ/સર્ટિફિકેટ, ધો.12ની ડુપ્લિકેટ માર્કશીટ/સર્ટિફિકેટ, સમકક્ષતા પ્રમાણપત્ર પસંદ કરો.
ત્યારબાદ પાસિંગ વર્ષ, સીટ નંબર સહિત જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરો.
ત્યારબાદ ફીની ઓનલાઈન ચૂકવણી કરો.