ગુજરાતના વેપારીઓનો સમય અને પૈસા બચે તેવા મહત્વના સમાચાર
વેપારીઓએ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી નહીં જવું પડે, અટવાયેલા રૂપિયા જલદી છૂટા થશે
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ૠજઝ અંગેના પેન્ડિંગ રહેલા કેસોનો ઝડપથી નિકાલ થશે
- Advertisement -
હાલ ગુજરાતના અંદાજે 2 હજારથી વધારે કેસો અપીલ કમિશનર, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતના વેપારીઓનો સમય અને પૈસા બચે તેવા મહત્વના સમાચાર એ છે કે હવે રાજ્યના 3 મહત્વના શહેરોમાં ૠજઝ ટ્રિબ્યુનલ શરૂ થઇ શકે છે. જેના કારણે વેપારીઓએ હવે ૠજઝના કેસ માટે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી નહીં જવું પડે. વેપારીઓ ૠજઝના વિવાદને આ ટ્રિબ્યુનલમાં પડકારી શકશે. આ ત્રણેય શહેરમાં શરૂ થનારી ૠજઝ ટ્રિબ્યુનલમાં નજીકના દિવસોમાં નિમણુક કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ૠજઝ અંગેના પેન્ડિંગ રહેલા કેસોનો ઝડપથી નિકાલ થશે. સામાન્ય રીતે વેપારીઓની એવી ફરિયાદ હોય છે કે ૠજઝ વિભાગ આડેધડ આકારણી કરે છે. આવા સમયે વેપારી કે કરદાતાને ૠજઝના અપીલ કમિશનર સમક્ષ જવું પડતું હોય છે. આવા કિસ્સામાં વેપારીઓને ન્યાય મળતો નથી તેની પાછળનું કારણ એવું છે કે આકારણી કરનાર અધિકારી પણ ૠજઝના હોય છે અને અપીલ કમિશનર પણ ૠજઝના જ હોય છે. જો વેપારીને અપીલ કરવી હોય તો દાવાની કુલ રકમના 10% રૂપિયા જમા કરવવા પડતા હોય છે. જો અપીલમાં સંતોષ ન થાય તો વેપારીએ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કેસ લડવો પડે છે. જેમાં વેપારીઓનો સમય અને પૈસા વધુ વપરાય છે સાથે જ કરવેરા સલાહકારોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
હવે અમદાવાદ, સુરત અને રાજકોટમાં ૠજઝ ટ્રિબ્યુનલ શરૂ થાય તેવી શક્યતા છે. જેના કારણે જો અધિકારીઓએ આડેધડ આકારણી કરી હશે તો વેપારીઓ પોતાના શહેરની નજીક આવેલી ૠજઝ ટ્રિબ્યુનલમાં તેને પડકારી શકશે. એક અહેવાલ પ્રમાણે, હાલમાં ગુજરાતના અંદાજે 2 હજારથી વધારે કેસો અપીલ કમિશનર, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યા છે. જેના કારણે કરોડો રૂપિયાની ૠજઝ આવક પણ અટવાઇ ગઇ છે. હવે જ્યારે ટ્રિબ્યુનલમાં જજોની નિમણૂક કરવાની પ્રોસિજર શરૂ થઇ ગઇ છે ત્યારે ફસાઇ ગયેલી રકમ પાછી મેળવવા માટે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર કોઇ પહેલ કરે તેવી વેપારીઓમાં માંગ ઉઠી છે. એક અંદાજ પ્રમાણે દેશના કરદાતાઓની 5000 કરોડથી વધારેની રકમ અટવાયેલી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. ૠજઝ ટ્રિબ્યુનલમાં નિમણુક માટેની સમય મર્યાદા 4 વર્ષ અથવા 67 વર્ષની વય નક્કી કરવામાં આવી છે. તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી નિમણુક કરવામાં આવશે.
નિવૃત્ત IRS, IAS ટ્રિબ્યુનલમાં જવા તૈયાર
કેન્દ્ર સરકાર જે ટ્રિબ્યુનલ રચશે તેમાં રિટાયર્ડ જજ સહિત નિવૃત્ત ઈંછજ, નિવૃત્ત ઈંઅજ, રિટાયર્ડ ચીફ કમિશનર તેમજ એડવોકેટ જજ તરીકે ફરજ બજાવશે. જો કે હજુ સુધી ટ્રિબ્યુનલ સ્થાપવામાં આવી નથી. કેન્દ્ર સરકારે આ અંગેની કવાયત શરૂ કરતા દેશના જુદા જુદા રાજ્યોમાંથી નિવૃત્ત થયેલા કસ્ટમ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ, હાઇકોર્ટના નિવૃત્ત જજ અને ઈંછજ અધિકારી તેમજ ઈંઅજ અધિકારીઓની પણ ટેકનિકલ મેમ્બર તરીકે સેવા લેવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે દેશભરમાંથી 96 જેટલા નિવૃત્ત અધિકારીઓએ ૠજઝમાં ફરજ બજાવવાની તૈયારી બતાવી હતી. જેમાંથી 36 જેટલા નિવૃત્ત અધિકારીઓએ સેન્ટ્રલ ૠજઝ જ્યુડિશિયલ મેમ્બર અને ટેકનિકલ મેમ્બર સમક્ષ શપથ લીધા છે અને હવે તેમની જુદા જુદા રાજ્યોમાં નિમણુક કરવામાં આવશે. નજીકના દિવસોમાં બાકીના નિવૃત્ત અધિકારીઓ પણ શપથ લઇને પોતાના નવા હોદ્દા ગ્રહણ કરે તેવી સંભાવના છે.
- Advertisement -
GST કાયદો આવ્યો ત્યારથી ટ્રિબ્યુનલ રચાઇ નહોતી
દેશભરમાં જ્યારથી ૠજઝ કાયદો અમલમાં આવ્યો ત્યારથી અત્યાર સુધી ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી નહોતી. અગાઉ દેશમાં કયા કયા રાજ્યોમાં ૠજઝ ટ્રિબ્યુનલ બનાવવામાં આવશે તેની જાહેરાત તો કરવામાં આવી હતી પરંતુ તેનો અમલ થઇ શક્યો ન હતો. માત્ર નવી દિલ્હી ખાતે ૠજઝ ટ્રિબ્યુનલની સેન્ટ્રલ એટલે કે પ્રિન્સિપલ બેન્ચની સ્થાપના કરીને ટેકનિકલ મેમ્બર (સ્ટેટ) તરીકે એ. વેણુપ્રસાદ અને અનિલકુમાર ગુપ્તા (ટેકનિકલ કમિટી મેમ્બર, સેન્ટ્રલ)ની નિમણૂક કરાઇ હતી. આના પછી અલ્હાબાદ હાઇકોર્ટના નિવૃત્ત જજ મયંકકુમાર જૈનની જ્યુડિશિયલ મેમ્બર તરીકે નિમણુક કરાઇ હતી. પરંતુ દેશના બીજા રાજ્યોમાં ટેકનિકલ મેમ્બરોની નિમણુક થઇ નહોતી.
savingwitgst.in વેબસાઈટ લોન્ચ કરાઇ
થોડા દિવસો પહેલાં ૠજઝમાં 4ની જગ્યાએ ફક્ત 2 સ્લેબ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ સ્લેબ નવરાત્રિના પહેલા દિવસથી, એટલે કે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. ૠજઝમાં ટેક્સ સ્લેબમાં સુધારાની જાહેરાત પછી તેનો લાભ ગ્રાહકોને મળે તે માટે સરકારે તફદશક્ષલૂશલિંતિ.ંશક્ષ નામની વેબસાઈટ લોન્ચ કરી છે. 22 સપ્ટેમ્બરથી નવા દરનો અમલ થાય તે પહેલાં અને પછી વસ્તુની કિંમતની સરખામણી કરી શકશે.



