યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા મહત્ત્વનો નિર્ણય : નવી ગાઇડલાઇન જાહેર કરી
ભણતરની સાથે હવે કસરતના માર્કસ પણ ગણવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ (ઇંઊઈંત)માં હવે માત્ર પુસ્તકિયા જ્ઞાનથી ડિગ્રી નહીં મળે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (ઞૠઈ) દ્વારા જાહેર કરાયેલી નવી ગાઈડલાઈન મુજબ, વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને શિક્ષણનો અનિવાર્ય હિસ્સો બનાવી દેવાયો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (ગઊઙ-2020) ને અનુરૂપ આ માર્ગદર્શિકા હવે દરેક યુનિવર્સિટી અને કોલેજોએ લાગુ કરવી પડશે. વિદ્યાર્થીઓએ હવે ડિગ્રી મેળવવા માટે મેદાનમાં પરસેવો પાડવો પડશે, ભણતરની સાથે ’કસરત’ના માર્ક્સ ગણાશે. દરેક કોલેજ-યુનિવર્સિટીમાં ’સ્ટુડન્ટ સર્વિસ સેન્ટર’ બનશે. 12 મિનિટની દોડ કે વોક ટેસ્ટના આધારે વિદ્યાર્થીને આગળના સેમેસ્ટરમાં પ્રમોશન અપાશે. ઞૠઈએ ચિંતા વ્યક્ત કરી છે કે, કોલેજોમાં રમતગમતની ફી લેવાય છે, પરંતુ માત્ર 1થી 2% વિદ્યાર્થીઓ જ તેનો લાભલે છે. આથી હવે શારીરિક પ્રવૃત્તિને ઈવેલ્યુએશન પ્રોસેસ સાથે જોડી દેવામાં આવી છે. વિદ્યાર્થીની શક્તિ, સહનશક્તિ અને સંકલન ક્ષમતાના આધારે તેને આગામી સેમેસ્ટરમાં પ્રમોશન આપવામાં આવશે. શારીરિક રીતે અસ્વસ્થ વિદ્યાર્થી સમાજ માટે જવાબદારી (કશફબશહશિું) સમાન છે તેવું બોર્ડનું માનવું છે.
કેમ્પસમાં રમતગમત અને ફિટનેસની સંસ્કૃતિ વધુ મજબૂત બનશે, નેતૃત્વ જેવા ગુણો વિકસશે
યુજીસી દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘સ્ટુડન્ટ સર્વિસ સેન્ટર (જજઈ)’ ની સ્થાપના અને શારીરિક પ્રવૃત્તિને ક્રેડિટ સિસ્ટમ સાથે જોડવાની ગાઈડલાઈન એક ઐતિહાસિક નિર્ણય છે. આજના યુગમાં માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતું નથી. પરંતુ વિદ્યાર્થીઓનું શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સંતુલન અને જીવનકૌશલ્ય પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. આ પગલાંથી કેમ્પસમાં રમતગમત અને ફિટનેસની સંસ્કૃતિ વધુ મજબૂત બનશે, વિદ્યાર્થીઓમાં શિસ્ત, આત્મવિશ્વાસ, ટીમસ્પિરિટ અને નેતૃત્વ જેવા ગુણો વિકસશે. ભણતર સાથે ફિટનેસને અનિવાર્ય બનાવવાનો આ પ્રયાસ દેશને સ્વસ્થ, સશક્ત અને સક્રિય યુવા પેઢી આપશે. આ નિર્ણય દેશના ઉચ્ચ શિક્ષણમાં ‘ફિટનેસ અને વેલનેસ’ને નવી દિશા આપનાર માઈલસ્ટોન સાબિત થશે.
- Advertisement -
સ્ટુડન્ટ સર્વિસ સેન્ટર: માનસિક તણાવનું વન-સ્ટોપ સોલ્યુશન કોલેજોમાં મળશે
દરેક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાએ હવે એક ’સ્ટુડન્ટ સર્વિસ સેન્ટર’ બનાવવું પડશે જે સિંગલ-વિન્ડો સિસ્ટમ તરીકે કામ કરશે. આ સેન્ટરમાં મનોવિજ્ઞાન અને શારીરિક શિક્ષણના નિષ્ણાત કાઉન્સેલર્સ રહેશે જે વિદ્યાર્થીઓને એકેડેમિક પ્રેશર, ડિપ્રેશન અને કરિયરની મૂંઝવણોમાં મદદ કરશે. આ સેન્ટર ઓનલાઇન અને ટેલિફોનિક હેલ્પલાઇન દ્વારા પણ સેવા આપશે.
કેમ્પસમાં હવે જીમ, યોગા સેન્ટર, સ્પોર્ટ્સ સુવિધાઓ, સેલ્ફ-ડિફેન્સ ટ્રેનિંગ ફરજિયાત
માર્ગદર્શિકા મુજબ, કોલેજોએ અત્યાધુનિક જિમ્નેશિયમ, યોગ સેન્ટર અને ઈન્ડોર-આઉટડોર સ્પોર્ટ્સ સુવિધાઓ ઊભી કરવી પડશે. ખાસ કરીને ગર્લ્સ સ્ટુડન્ટ્સ માટે સેલ્ફ-ડિફેન્સ (સ્વ-બચાવ)ની તાલીમ નિયમિત ધોરણે યોજવી પડશે. આ ઉપરાંત, સંસ્થાઓએ અઈંઈંખજ જેવી પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થાઓ સાથે ખઘઞ કરવા પડશે જેથી જરૂર પડ્યે વિદ્યાર્થીઓને નિષ્ણાત સારવાર મળી રહે.



