નવી પેઢીના રીટેલ-ટ્રેડર્સમાં મોબાઈલ મારફત ટ્રેડીંગનો ક્રેઝ
વર્કફ્રોમ હોમ કલ્ચરનો ફાયદો ઉઠાવાય છે: ડી-મેટ સહિતની પ્રક્રિયા સરળ બનતા મોબાઈલ ટ્રેડીંગ વધ્યુ
- Advertisement -
દેશમાં ડીજીટલ-વ્યવહારોની સતત વધી રહેલી સંખ્યામાં હવે શેરબજારમાં રીટેલ ઈન્વેસ્ટર્સ- નાના-રોકાણકારો પણ કોઈ મોટા બ્રેકર્સ કે શેર ટ્રેડીંગ પ્લેટફોર્મ પર જવાના બદલે મોબાઈલ-ટ્રેડીંગ પર જઈ રહ્યા છે. ખાસ કરીને નવી પેઢીના રોકાણકારો જે ડેઈલી ટ્રેડીંગ કરતા નથી પણ આઈપીઓ અથવા ચોકકસ સમયે બીએસઈ અને એનએસઈમાં શેરનું ખરીદ વેચાણ કરે છે તેમાં 20% નાના રોકાણકારો મોબાઈલ મારફત ટ્રેડીંગ કે રોકાણ કરે છે.
વાસ્તવમાં દેશમાં કોરોનાકાળમાં જે રીતે ઓનલાઈન તથા ડીજીટલ પ્લેટફોર્મમાં લોકોનો રસ વધ્યો તે હવે એક કાયમી પ્રક્રિયા બની ગઈ છે. ‘આધાર’ નંબરના આધારે જે રીતે ડીમેટ એકાઉન્ટ ખોલાવવામાં સરળતા થઈ છે તેના કારણે હવે મોબાઈલ ટ્રેડીંગ વધી ગયું છે. ખાસ કરીને કેશ સેગમેન્ટમાં જે ટર્નઓવર થાય છે તેમાં 2019માં 5.3% વ્યવહારો મોબાઈલ મારફત થતા હતા તે હવે વધીને 2022માં 18.7% થયા છે. જયારે નેશનલ સ્ટોક એકસચેંજમાં મોબાઈલ ટ્રેડીંગનો હિસ્સો જૂન 2022માં 19.5% રહ્યો છે.