શિક્ષણ વિભાગ દ્વારા ખાસ અભિયાન: સર્વે કામગીરી શરૂ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ દ્વારા 6 થી 19 વર્ષની ઉંમરના બાળકોને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણથી વંચિત ન રહેવા માટે એક વિશેષ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે કે દરેક બાળક શાળામાં દાખલ થાય અને તેમને ગુણવત્તાયુકત શિક્ષણ મળે આ અંતર્ગત 6 થી 19 વર્ષના દરેકશાળા બહારના બાળકની ઓળખ કરવી. અને તેમને શાળાની મુખ્યધારામાં પાછા લાવવા માટે કાર્યવાહી કરવી એ મુખ્ય લક્ષ્ય છે.
- Advertisement -
શાળા બહારના બાળકોની ઓળખ માટે દરેક જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ગામડાઓ નગરપાલિકા અને મહાનગર વિસ્તારોમાં આ સર્વે હાથ ધરાયો છે. સરકારી શિક્ષકો બીઆરસી અને ટીઆરપી સહિતના અધિકારીઓએ શાળા બહારના બાળકોની માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. આ જાણકારીનું વ્યાપક પ્રમાણમાં એકત્રિત કરવા માટે દરેક વિસ્તારના મુખ્ય પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સર્વે યોજાયો છે. સર્વેમાં ઓળખાયેલા બાળકોને શિક્ષણની પ્રવૃતિઓમાં જોડવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે. જેમાં શાળામાં નામાંકન કરવું અને બાળકોને શિક્ષણના વિવિધ સ્તરે પુનર્વસિત કરવાનો સમાવેશ છે.શાળા બહારના બાળકોને પાછા લાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ ક્ધયા કેળવણી અને અન્ય શૈક્ષણિક અભિયાનો ચાલી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં કોેઈ પણ ભૂલ ન થાય તેની ખાતરી કરવા માટે પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સર્વેની કામગીરીની દેખરેખમાં ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.આ કાર્યમાં કોઈ ચૂક ન થાય તે માટે દરેક વિભાગને સમયસર કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.