USની કંપની સ્પેસમાં ગેસ સ્ટેશનની પરિકલ્પનાને સાકાર કરવા પ્રયત્નશીલ
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાની ટેક કંપની ઓર્બિટ ફેબ અંતરીક્ષમાં ગેસ સ્ટેશન સ્થાપવાની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. કંપનીના કોન્સેપ્ટ અનુસાર પૃથ્વીથી દૂર અંતરીક્ષની કક્ષામાં સ્થાપિત સેટેલાઇટમાં ઇંધણ ભરવાની પ્રક્રિયાને સરળ અને સસ્તો બનાવવાનો છે. કંપનીનો ઇરાદો છઅઋઝઈં નામના એક માનકિકૃત પોર્ટથી સેટેલાઇટમાં ઇંધણ ભરવાનો છે. તેના હેઠળ અંતરીક્ષમાં ઇંધણ ભરનારા શટલ, ઓર્બિટ ગેસ સ્ટેશન અથવા ઇંધણ ભરનારા ટેન્કરની સ્થાપના કરવામાં આવશે. કંપનીના સીઇઓ ડેનિયલ ફેબરે જણાવ્યું હતું કે કંપનીનું મિશન ઓછા ખર્ચે ગેસ સ્ટેશન સ્થાપિત કરવાનું છે, કે જે અંતરીક્ષની કક્ષામાં ઉપગ્રહોમાં ઇંધણ ભરવા માટે વ્યવસાયિક રૂપથી ઉપલબ્ધ ઇંધણ પોર્ટની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવશે. નોંધનીય છે કે હાલમાં અંતરીક્ષમાં આવી કોઇ સુવિધા ઉપલબ્ધ નથી. ફેબરનો દાવો છે કે તેની કંપની અંતરીક્ષમાં આ કમીને પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે. ઓર્બિટ ફેબે અંતરીક્ષની કક્ષામાં હાઇડ્રોજનની ડિલિવરી માટે બે કરોડ અમેરિકન ડોલરની કિંમત નિર્ધારિત કરી છે. આ ટેકનિકને પ્રમાણિત કરવા કંપનીએ 2018માં આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટરમાં બે ટેસ્ટબેડ લોંચનું સફળ પરીક્ષણ કરી ચૂકી છે.
ઓર્બિટ ફેબએ એસ્ટ્રોસ્કેલને પોતાનું પ્રથમ ગ્રાહક બનાવ્યું
કંપની હવે 2024માં એરફોર્સ રિસર્ચ લેબના નેતૃત્વમાં એક મિશન હેઠળ જિયોસ્ટેશનરી કક્ષામાં ઇંધણ પહોંચાડવા માટે તૈયાર છે. કંપનીને વિશ્વભરમાંથી પ્રશંસા મળી રહી છે. ઘણી અમેરિકન કંપનીઓએ ઓર્બિટ ફેબની સર્વિસ લેવા માટે તત્પરતા દર્શાવી છે. હાલમાં ઓર્બિટ ફેબે પોતાના પ્રથમ ખાનગી ગ્રાહક એસ્ટ્રોસ્કેલ નામના એક જાપાની ઉપગ્રહ સેવા કંપનીના રૂપમાં બનાવ્યા છે. એસ્ટ્રોસ્કેલનો કઊડઈં સેટેલાઇટ અંતરીક્ષમાં ઇંધણ ભરવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેમાં છઅઋઝઈં પોર્ટની સુવિધા હશે.