દેશભરમાં સીમેન્ટની કિંમત સતત વધી રહી છે અને આ વર્ષે ઓગસ્ટથી માંડીને અત્યાર સુધીમાં તેની ગુણીની કિંમતોમાં 16 રૂપિયા વધારો થયો છે. આ વાત એમકે ગ્લોબલ ફાયનાન્શિયલ સર્વિસીઝ લિમીટેડ કરી છે.
કંપનીના એક રિપોર્ટ મુજબ નવેમ્બરમાં કિંમતોમાં લગભગ 6થી 7 રૂપિયા પ્રતિ ગુણીએ વધારો થયો હતો. એમ.કે. ગ્લોબલે જણાવ્યું હતું કે જ્યાં પશ્ચિમી અને મધ્ય ભારતમાં કિંમતો સ્થિર રહી, ત્યારે ઉતરી પૂર્વી અને દક્ષિણ ભારતમાં ભાવમાં ફેરફાર જોવામાં આવ્યો.
- Advertisement -
રિપોર્ટ અનુસાર સિમેન્ટ કંપનીઓ આ મહિને પૂરા દેશમાં 10થી 15 રૂપિયા સિમેન્ટની દર ગુણીએ વધારો કરવાની કોશિશ કરી રહી છે. એમ.કે. ગ્લોબલે જણાવ્યું હતું કે આગામી કેટલાક દિવસોમાં કિંંમતોમાં વધારાનો ખુલાસો થઇ જશે.
રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2023ની ત્રીજી ત્રિમાસિકમાં સિમેન્ટની કિંમતોમાં સુધારાની સાથે સાથે નાણાકીય વર્ષ 2023ની બીજી ત્રિમાસિકમાં ઓપરેશનલ ખર્ચ ચરમસીમાએ પહોંચવાની અમને આશા છે કે નાણાકીય વર્ષ 2023ની ત્રીજી ત્રિમાસિકમાં ઉદ્યોગની લાભપ્રદતા 200 રૂપિયે દર ટનની તુલનામાં વધી જશે.