નવી ડિફેન્સ સિસ્ટમ બનાવી રહ્યા છે ટ્રમ્પ: ઇઝરાયલી આયર્ન ડોમ કરતાં વધુ મજબૂત હશે
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.22
- Advertisement -
ઇઝરાયલના આયર્ન ડોમની જેમ, અમેરિકા પણ પોતાની ડિફેન્સ સિસ્ટમ ગોલ્ડન ડોમ બનાવવા જઈ રહ્યું છે. સોમવારે આની જાહેરાત કરતા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેના માટે એક ડિઝાઇન પણ પસંદ કરવામાં આવી છે.
ટ્રમ્પે કહ્યું કે ગોલ્ડન ડોમ તેમના કાર્યકાળના અંત સુધીમાં કાર્યરત થઈ જશે. એકવાર તૈયાર થઈ ગયા પછી, તે મિસાઇલોને અટકાવવામાં સક્ષમ બનશે. ભલે તેઓ વિશ્ર્વના કોઈપણ ભાગથી લોન્ચ કરવામાં આવે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ગોલ્ડન ડોમ અવકાશમાંથી થતા હુમલાઓને રોકવામાં પણ સક્ષમ હશે.
ટ્રમ્પ કહે છે કે છેલ્લા 40 વર્ષથી અમેરિકન મિસાઇલ ડિફેન્સ સિસ્ટમમાં કોઈ ફેરફાર થયો નથી. વિશ્ર્વમાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ઘણી મિસાઇલો બનાવવામાં આવી રહી છે. વર્તમાન ડિફેન્સ સિસ્ટમ આવા જોખમોનો સામનો કરવા સક્ષમ નથી.
ફરીથી રાષ્ટ્રપતિ બન્યા પછી, ટ્રમ્પે આ સંબંધિત એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર પણ હસ્તાક્ષર કર્યા. તેમણે પેન્ટાગોનને અમેરિકાની મિસાઇલ સંરક્ષણ ક્ષમતાઓને વધારવા માટે ’નેક્સ્ટ જનરેશન મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ’ વિકસાવવાનો આદેશ આપ્યો જેથી ચીન, રશિયા, ઉત્તર કોરિયા અથવા અન્ય કોઈપણ દેશથી આવતી બેલિસ્ટિક મિસાઇલોને અટકાવી શકાય.
- Advertisement -
ગોલ્ડન ડોમને અવકાશ, જમીન અને સમુદ્રથી સંચાલન માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યો છે. તેમાં એવી ટેકનોલોજી હશે જે દુશ્ર્મન મિસાઇલને લોન્ચ થતાં જ પકડી લેશે અને રસ્તામાં જ તેનો નાશ કરશે. ઇઝરાયલ 2011થી મિસાઇલોને અટકાવવા માટે આ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે.
ગોલ્ડન ડોમ પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 175 અબજ ડોલર એટલે કે 14.52 લાખ કરોડ રૂૂપિયા થશે. ટ્રમ્પે શરૂૂઆતમાં 25 અબજ ડોલર (લગભગ 2.05 લાખ કરોડ રૂૂપિયા)ના ખર્ચને મંજૂરી આપી છે. ટ્રમ્પે આ જવાબદારી સ્પેસ ફોર્સ જનરલ માઈકલ ગુએટલિનને સોંપી છે. તેમને ટ્રમ્પના સૌથી વિશ્ર્વાસુ લશ્ર્કરી અધિકારીઓમાંના એક માનવામાં આવે છે.