સસ્તી હવાઈ સેવા પૂરી પાડતી આ દેશની એરલાઈન્સના સીઈઓએ કહ્યું છે કે તે ટૂંક સમયમાં લક્ષદ્વીપ અને અયોધ્યા માટે ફ્લાઈટ સેવાઓ શરૂ કરશે.
છેલ્લા કેટલાક દિવસોમાં ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે. આવી સ્થિતિમાં દેશ-વિદેશના પ્રવાસીઓ હવે માલદીવને બદલે લક્ષદ્વીપ જવાનું પસંદ કરી રહ્યા છે. આ સાથે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા અયોધ્યા માટે ફ્લાઈટની માંગ પણ વધી ગઈ છે. આ કારણોસર સસ્તી હવાઈ સેવા આપતી કંપની સ્પાઈસ જેટના ચેરમેન અને સીઈઓ અજય સિંહે જાહેરાત કરી છે.
- Advertisement -
Recently, I had the opportunity to be among the people of Lakshadweep. I am still in awe of the stunning beauty of its islands and the incredible warmth of its people. I had the opportunity to interact with people in Agatti, Bangaram and Kavaratti. I thank the people of the… pic.twitter.com/tYW5Cvgi8N
— Narendra Modi (@narendramodi) January 4, 2024
- Advertisement -
લક્ષદ્વીપ અને અયોધ્યા માટે ફ્લાઈટ શરૂ કરવામાં આવશે
એરલાઇન્સ ટૂંક સમયમાં લક્ષદ્વીપના અગાટી આઇલેન્ડ માટે ફ્લાઇટ્સ શરૂ કરવા જઇ રહી છે. આ સાથે તેમણે ટૂંક સમયમાં અયોધ્યા માટે ફ્લાઈટ શરૂ કરવાની પણ વાત કરી છે. આ તમામ જાહેરાત એરલાઇન્સની વાર્ષિક સામાન્ય બેઠક (AGM) દરમિયાન કરવામાં આવી છે.
લક્ષદ્વીપ
લક્ષદ્વીપ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ 36 ટાપુઓનો સમૂહ છે. કેરળનાં કોચીથી તેનું અંતર 440 કિમી છે.
For those who wish to embrace the adventurer in them, Lakshadweep has to be on your list.
During my stay, I also tried snorkelling – what an exhilarating experience it was! pic.twitter.com/rikUTGlFN7
— Narendra Modi (@narendramodi) January 4, 2024
ભારત-માલદીવ વચ્ચે તણાવ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2-3 જાન્યુઆરીનાં રોજ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન તેમના સોશિયલ મીડિયા પરથી આ પ્રવાસની તસવીરો શેર કરવામાં આવી હતી. કેટલાક ભારતીઓએ લક્ષદ્વીપ ને માલદીવ કરતાં વધુ સારું ગણાવ્યું હતું. આ સમયે ભારત અને માલદીવનાં લોકો વચ્ચે સોશિયલ મીડિયા પર દલીલો શરૂ થઈ ગઈ હતી.