બુસ્ટર ડોઝમાં મિક્સિગં ડોઝ આપવાની સરકારની ગંભીર વિચારણા
દેશમાં કોરોના વેકસીનેશનના વધુ એક તબકકો શરુ થઈ રહ્યો છે તે સમયે સરકાર હવે બુસ્ટર ડોઝમાં મીકસીંગ ડોઝ આપવાની વિચારણા કરી રહી છે અને તેમાં પ્રથમ બે ડોઝ જે વેકસીનના લેવાયા હશે તેના કરતા અલગ વેકસીનનો ડોઝ લઈ શકાશે. હાલમાં જ સરકારે વેલ્લોરમાં ક્રિશ્ચિયન મેડીકલ કોલેજમાં 400 લોકો પર મીકસીંગ ડોઝનું પરીક્ષણ કર્યુ હતું અને તેના પરિણામો તથા ડેટા સરકાર પાસે રજુ કરી દેવામાં આવ્યા છે. વિશ્વના અનેક દેશોમાં આ પ્રમાણે બુસ્ટર ડોઝમાં અન્ય વેકસીનને આપવાની છૂટ્ટ છે.