કેન્દ્રમાં ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ થયા : સરકારે મહિલાઓના હિતમાં અનેક કામ કર્યા: માંડવીયા
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રમાં ભાજપ સરકારના 9 વર્ષ આજે પૂર્ણ થયા છે. જેને લઇને મનસુખ માંડવિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીની ભાજપ સરકારના કાર્યો વિશે માહિતી આપી હતી. જેમાં તેઓએ સૌથી વધુ મહિલા હિતમાં સરકારે અનેક કામ કર્યા હોવાનું જણાવ્યું હતું.
મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું કે મિશન શક્તિ કાર્યક્રમ ચલાવવામાં આવ્યો છે. સરકારની નારી લક્ષી યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે. પહેલા દર હજારે 918 મહિલાઓ હતી પરંતુ હવે દર હજારે 934 મહિલાઓ છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે મહિલા સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આગળ આવી છે. સરકાર દ્વારા મહિલા સ્ટાર્ટઅપ માટે કામ કરવામાં આવ્યું હતુ. 10 લાખથી લઇ 1 કરોડ સુધી લોનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે આંકડા આપતા જણાવ્યું કે 4 કરોડ ઘરોમાં મહિલાઓને 70 ટકા લાભ મળ્યો છે.
નમો ડ્રોન દીદી પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. જેને લઇને મહિલાઓને ખેતીમાં પણ રોજગારીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત નારી શક્તિ વંદન કાયદો લાવવામાં આવ્યો છે.જેથી સંસદ અને વિધાનસભામાં મહિલાઓની ભાગીદારી વધશે. આ ઉપરાંત 10 કરોડ ગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 12 કરોડથી વધુ શૌચાલય બનાવી અપાયા છે.