ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢનો કુખ્યાત ગુનેગાર કાળા દેવરાજ રાડાને પોલીસે 4 દિવસના રિમાન્ડ પર મેળવી તેની 107 ગુનાની ક્રાઈમ કુંડળી કઢાવવા માટે પોલીસે કમર કસી છે જ્યારે કાળાની સાગરીતને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. ગુજસીટોક ગુનામાં લીરબાઈપરાનો કાળા દેવરાજને મહેસાણા જેલમાં ધકેલી દેવાયો હતો.
બાદમાં હાઇકોર્ટમાંથી શરતી જામીન મેળવી જામીન પર મુક્ત થયો હતો. જામીનની શરતોનો ભંગ કરતા ગુજસીટોક કોર્ટે ગઈ તારીખ 27 માર્ચે જામીન રદ કરી તેના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. દરમિયાન બુધવારે સવારે કાઈમ બ્રાન્ચની ટીમે જીવના જોખમે ગુજસીટીક ગુનામાં 2 મહિનાથી ફરાર કાળા દેવરાજને કારમાં ઘાતક હથિયારી તથા રાજુ ઉર્ફે રાજુ ઘોડી પુંજા રાડા સાથે ખડીયા ચોકડીએથી ઝડપી લીધો હતો. પોલીસની હત્યાની કોશિષ, ફરજમાં રૂકાવટ કરનાર કાળા દેવરાજને ગુરુવારે તપાસનીશ તાલુકા પોલીસ મથકના મહિલા પીઆઈ એફ. બી. ગગનીયાએ વિવિધ તપાસના 6 મુદ્દે 7 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે તા. 14 જુલાઈ સુધી 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યો હતા. જ્યારે રાજુ ઉર્ક રાજુ થોડીને જેલ હવાલે કરવાનો મુકમ કર્યો હતી. પીઆઈ ગગનીયાએ જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિષ , ખંડણી સહિત 107 ગુનાનોંધાયા છે. જેમાં કાળા દેવરાજની સાથે કોની કોની સંડોવણી હતી. ગુના આચરવામાં કોની મદદ લીધી, ગુજસીટોક ગુનામાં કરાર દરમ્યાન ક્યાં ક્યાં છૂપાયો હતો. કોણે આશરો આપ્યો હતો સહિતના મુદે પુછપરછ હાથ ધરી કાળાની ક્રાઇમ કુંડળી મેળવવા તપાસ શરૂ કરી છે.