પેંડા ગેંગને આશરો આપનાર બે શખસોને ઝડપી પાડ્યા : મુરઘા ગેંગના સાગરીતની તબીયત લથડી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે સામ-સામે થયેલી ફાયરીંગની ઘટના બાદ પોલીસે બંને ગેંગના 10 શખસોને ઘટના સ્થળે લઈ જઈ માફી મંગાવી હતી.
આ બનાવમાં પોલીસે પેંડા ગેંગના ભયલુને હથીયાર આપનાર લક્ષ્મીવાડીના કુખ્યાત શખસને દેશી પિસ્તોલ સાથે પકડી લઈ પેંડા ગેંગને આશરો આપનાર વધુ બે શખસોને ધરપકડ કરી આકરી પુછતાછ કરી છે જયારે મુરઘા ગેંગના એક સાગ્રીતની તબિયત લથડતા તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
રાજકોટમાં મંગળવારની રાત્રીના મંગળા રોડ પર પેંડા ગેંગ અને મરઘાં ગેંગ વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ થતા ચકચાર મચી ગઈ હતી એ ડીવીઝન પોલીસે બન્ને ગેંગના 11 આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દરમ્યાન એસઓજીના પીઆઈ જાડેજા સહીતના સ્ટાફે હર્ષદિપસિંહ ઉર્ફે મેટીયો સત્યકિસિંહ ઝાલા, ભયલુ ઉર્ફે જીતેશ દિનેશભાઈ રાબા,જૈવિક ઉર્ફે મોન્ટુ, દિલીપભાઈ રોજાસરા, હિંમત ઉર્ફે કાળુ અમુદાન સાંગા, લકકીરાજસિંહ પ્રધ્યુમનસિંહ ઝાલા, મનીષદાન નવલદાન બાદાણી અને પરીમલ ઉર્ફે પરીયો ત્રિભોવનભાઈ સોલંકીની ઘરપકડ કરી તેની પાસેથી કાર, બે દેશી બનાવટની પિસ્તોલ સહીતની મતા કબજે કરી ઘટનાસ્થળે લઈ જઈ રિ-ક્ધટ્રકશન કરાવી છ દિવસના રિમાન્ડ મેળવી કાર્યવાહી કરી હતી. જયારે સામા પક્ષે સુત્રધાર અમન ઉર્ફે મુરઘો અલ્તાફ પીપરવાડીયા,અબ્દુલા ઉર્ફે દુલીયો ભીખુભાઈ ઘાડા અને સોહેલ ઉર્ફે સાહીલ ઉસ્માનભાઈ દીવાનની ધરપકડ કરી તેને ઘટનાસ્થળે લઈ જઈ હાથ જોડાવી માફી મંગાવી હતી તેના પણ રિમાન્ડ મેળવી પુછતાછ હાથ ધરી હતી.
પેંડા ગેંગના ભયલુ સહિતને હથીયાર આપનાર તરીકે લક્ષ્મીવાડીના સંજયસિંહનું નામ ખુલતા પોલીસે સંજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લઈ તેની તલાસી લેતા તેની પાસેથી વધુ એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા પોલીસે વધુ એક ગુનો નોધી તેની ધરપકડ કરી હતી આ હથિયાર ક્યાંથી લાવ્યો સહીતની પુછતાછ કરી હતી તે ઉપરાંત ભયલુને આશરો આપનાર રામ સમઢીયાળાના કમલેશ વજુભાઈ મેતા અને દેવપરામાં રહેતો ભરત રમેશ ડાભીની એસઓજીની ટીમે ધરપકડ કરી બન્નેના એક દિવસના રિમાન્ડ મેળવી તેની પુછતાછ કરી વધુ આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે દરમ્યાન જંગલેશ્વરમાં રહેતો અમન અલ્તાફભાઈ પીપરવાડીને છાતીમાં દુ:ખાવો થતા તેને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો છે.



