મેયર પ્રદીપ આકરા પાણીએ: જુલાઇના અંતમાં બ્રિજ તૈયાર કરવા ઓગસ્ટમાં ઉદ્ઘાટન થાય તેવી ધારણા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરમાં બની રહેલા પાંચ ઓવરબ્રિજનું કામ જલદીથી કરવા મેયરે કોન્ટ્રાક્ટર એજન્સીને સૂચના આપી છે. બ્રિજનું કામ 24 કલાક શરૂ રાખવા મેયરે નોટિસ ફટકારી છે. રાજકોટની ટ્રાફિક સમસ્યા ઉકેલવાના ભાગરૂપે મહાપાલિકા દ્વારા કરોડોના ખર્ચે 5 બ્રીજના કામ કરવામાં આવી રહ્યા છે. તેમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં 84 કરોડના ખર્ચે બનતા બ્રીજનું કામ છેલ્લા તબકકામાં છે. જુલાઇના અંતે આ બ્રીજ તૈયાર થાય અને ઓગષ્ટમાં ઉદ્ઘાટન પણ થઇ જાય તેવી ધારણા છે. અનેક વિલંબ બાદ કમિશનરે આ બ્રીજનું કામ ડે-નાઇટ ચાલુ કરાવ્યું હતું અને હવે મધ્ય ભાગમાં મુખ્ય કામગીરી ચાલી રહી છે.