કોન્ટ્રાક્ટ એજન્સીએ કોર્પોરેટરને રસ્તાની કામગીરીનો રિપોર્ટ આપવો પડશે જ્યારે કોર્પોરેટરે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને રિપોર્ટ આપશે
મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, સિટી એન્જિનિયરો ચારેય ડે.કમિશનરની મળેલી બેઠકમાં રસ્તાના કામો અંગે નિર્ણય લેવાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં 81.03 કરોડના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. કુલ 52 દરખાસ્તમાંથી 7 પેન્ડિંગ રખાઈ હતી અને 45 દરખાસ્તોને બહાલી અપાઈ હતી. જો કે આ સ્ટેન્ડિંગમાં રાજકોટ શહેરના શેરી-ગલી અને મુખ્ય માર્ગોના મરામતના કામોને ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડે.કમિશનર અને એન્જિનિયરો વચ્ચે સંકલન બેઠક યોજાઈ હતી. માર્ચ મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને હવે આ નિર્ણય લેવાયો છે. જ્યારે જે કોન્ટ્રાક્ટ એજન્સીએ રસ્તાના કામનો રિપોર્ટ જે તે વોર્ડના કોર્પોરેટરોને આપવો પડશે અને રસ્તાની કામગીરીની માહિતી કોર્પોરેટરોએ, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને આપવાની રહેશે. પૂર્વ ઝોનના 6 વોર્ડમાં રૂ. 9.66 કરોડના ખર્ચે રોડનું મેટલીંગ કરવામાં આવશે. ઉપરાંત, આ છ વોર્ડમાં અમૃત-2.0 યોજના હેઠળ ડીઆઈ પાઈપ અને ડ્રેનેજ પાઈપલાઈનનું કામ પૂર્ણ થયા બાદ રૂ. 11.25 કરોડના ખર્ચે મેટલીંગ અને પેવર કામ કરવાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે આ સાથે વોર્ડ નં. 12ના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં રસ્તાઓનું મેટલીંગ અને નવા ભળેલા વિસ્તારમાં ડિવાઇડર બનાવવા માટેની દરખાસ્ત પણ મંજૂર કરાઈ છે. મહાપાલિકામાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (ઙખઞ) ના સંપૂર્ણ સંચાલન માટે ખાસ એજન્સી રોકવામાં આવશે. આ અંગે ઉચ્ચ ટેકનિકલ સ્ટાફ રોકવા માટે ડિલોઇટ ટચ તોહમાત્સુ ઇન્ડિયા એલએલપીને બે વર્ષનો રૂ. 7.67 કરોડનો મોટો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂર કરાઈ છે. આ કંપની પ્રોજેક્ટ ડિરેક્ટરની 1 જગ્યા, પ્રોજેક્ટ મેનેજર, અર્બન મેનેજરની 5 જગ્યા, ટેકનિકલ સપોર્ટ સ્ટાફની 2 અને સપોર્ટ સ્ટાફની 1 જગ્યા મળી કુલ 9 જગ્યાઓ માટે સ્ટાફ પૂરો પાડશે. જેમાં સંતોષકારક કામગીરીના આધારે મુદતમાં બે વર્ષનો વધારો પણ કરવાની ભલામણ કરવામાં આવી છે. ઙખઞ સરકારી ગ્રાન્ટના પ્રોજેક્ટ્સનું આયોજન, ટેન્ડરથી લઈને લોકાર્પણ, દૈનિક મોનીટરીંગ અને વિવિધ વિભાગો વચ્ચે સંકલનનું કામ સંભાળશે.
મનપાની માલિકીની સ્કૂલ સૌરાષ્ટ્ર શિક્ષણ સમાજ ટ્રસ્ટને ભાડે આપવા અંગેની દરખાસ્ત નામંજૂર
રાજકોટ મહાનગરપાલિકાની રણછોડનગર શેરી નં-10માં આવેલી સ્કૂલ સૌરાષ્ટ્ર શિક્ષણ સમાજ ટ્રસ્ટને ભાડે આપવા અંગેની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે. જ્યારે ટોટલ સ્ટેશન મશીનથી ખુલ્લા વિસ્તારની માપણી, બાંધકામ સાથેના વિસ્તારની માપણીની દરખાસ્ત નામંજૂર કરાઈ છે. જ્યારે મેલેરીયા વિભાગના ઉપયોગ માટે 4 નંગ ફોગીંગ મશીન ખરીદવાની દરખાસ્ત નામંજૂર કરાઈ છે.
- Advertisement -
સફાઈ-કચરા ઉપાડવાના કોન્ટ્રાક્ટ
અલગ-અલગ વોર્ડમાં પાર્ટ ટાઇમ સફાઈ કામદારો મારફત સફાઈ અને કચરો ઉપાડવાના કામના કોન્ટ્રાક્ટની મુદત વધારવા તેમજ નવો દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ આપવા માટે એક સાથે 11 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવી છે.
વોર્ડ નં-12માં વાવડી અને પૂર્વ ઝોનમાં 9.66 કરોડના ખર્ચે મેટલિંગનું કામ મનપા આયોજીત આતશબાજીના કાર્યક્રમનો 8.40 લાખનો ખર્ચ મંજૂર ન્યારી ડેમ-1 ખાતે 50 એમએલડીનો ઇન્ટેક વેલ બનાવવા માટે રૂ. 21.89 કરોડ મંજૂર માધાપરમાં આવેલા પમ્પિંગ સ્ટેશનને લગતા કામો માટે 31.75 કરોડ રામવનમાં ત્રણ ફૂડ કોર્ટ ભાડે આપશે જેનાથી 2.35 લાખની આવક થશે ગોંડલ રોડ સર્કલ પાસે અને જડ્ડુસ હોટેલ પાસે પે એન્ડ યુઝ ટોયલેટનો કોન્ટ્રાક્ટ અપાશે શિવ ટાઉનશીપના શોપીંગ સેન્ટરની દુકાનોની હરાજી કરી મનપા 4.66 કરોડ કમાશે
કામની વિગત રકમ
રસ્તા કામ રૂા. 15,27,21,174
ડ્રેનેજ રૂા. 3,17,43,120
આર્થિક તબીબી સહાય રૂા. 9,38,330
કાર્યક્રમ ખર્ચ રૂા. 8,40,530
મેનપાવર રૂા. 94,60,000
સી.સી. કામ રૂા. 18,85,999
સ્ટોર્મ વોટર ડ્રેઈન રૂા. 73,69,986
વોટર વર્કસ રૂા. 57,85,52,562
મશીનરી ખરીદી રૂા. 63,81,550
ક્ધસલ્ટન્સી રૂા. 1,06,52,766
ફૂટપાથ-રોડ ડીવાઈડર રૂા. 97,56,431
કુલ ખર્ચ રૂા. 81,03,02,448
આવક
ફુટકોર્ટ સંચાલન રૂા. 2,35,200
પે એન્ડ પાર્કિંગ રૂા. 8,86,920
દુકાન હરાજી વેચાણ રૂા. 4,66,50,000
કુલ આવક રૂા. 4,77,72,120



