કોમેડિયન નીલ નંદાનું 32 વર્ષની વયે નિધન થયું છે. જેના મોત પાછળના કારણ અંગે કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી.
કળા-મનોરંજન જગતનો વધુ એક સિતારો ફાની દુનિયાને અલવીદા કહી જતા ચાહક વર્ગમાં ઘેરા શોકની લાગણી જન્મી છે. કોમેડિયન નીલ નંદાનું 32 વર્ષની વયે નિધન થયું છે. જેના મોત પાછળના કારણ અંગે કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. જોકે નીલના મોત મામલે મેનેજર ગ્રેગ વાઈસે આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે તેઓ એ જણાવતા ખૂબ જ દુઃખી છે કે નીલ નંદાનું નિધન થઈ ગયું છે. પરંતુ તેના ચાહકો આ સમાચારથી શોકના સાગરમાં ડૂબ્યા છે. નાની ઉંમરમાં જબરી સિદ્ધિ હાંસલ કરનાર નિલે તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.
- Advertisement -
ભારતીય મૂળનો નીલ લોસ એન્જલસમાં રહેતો હતો
ભારતીય મૂળનો નીલ લોસ એન્જલસમાં રહેતો હતો અને નાનપણથી કોમેડી કરવાનો ખૂબ શોખ ધરાવતો હતો. આ શોખને જ પોતે વ્યવસાયમાં બદલી દીધો હતો. નીલ 11 વર્ષથી તેનો ક્લાયન્ટ હતો. હોવાથી મેનેજરે કહ્યું હતું કે તે નિલને 19 વર્ષની ઉંમરથી ઓળખે છે. બનેએ સાથે મળીને ખૂબ કામ કર્યું હતું. હવે આ ચોંકાવનારા સમચારને લઈને લોકો મોત પાછળનું કારણ જાણવા અધિરા બન્યા છે. જોકે આ અંગે પરિજનોએ મોંન પાળ્યું છે.
View this post on Instagram- Advertisement -
સોશિયલ મીડિયા પર નંદાને શ્રદ્ધાંજલિ
મોતને પગલે ચાહક વર્ગમાં ઊંડો આઘાત જોવા મળી રહ્યો છે. લોકો કોમેડિયનના જુદા જુદા વીડિયો શેર કરીને તેને યાદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયાના માધ્યમ થકી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વધુમાં કોમેડી જગતના વિવિધ કોમેડી ક્લબ અને મિત્રોએ સોશિયલ મીડિયા પર નંદાને શ્રદ્ધાંજલિ આપી હતી. વધુમાં છેલ્લા પરફોર્મન્સનો ફોટો શેર કર્યા બાદ એકે લખ્યું- હું આ સમાચારથી ખૂબ જ આઘાતમાં છું.