એક વર્ષ પૂર્વે લાઇનો લાગતી, હવે કોઇ લેવાલ નથી
60 લાખ રેમડેસીવીર વાયલની એક્સપાયરી ડેઇટ નજીક આવી ગઇ : ફાર્મા કંપનીઓને જંગી ખોટ થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના કાળમાં એક વર્ષ અગાઉ રેમડેસીવીર મેળવવા માટે લોકોએ કલાકો સુધી લાઇનમાં ઉભુ રહેવું પડતું હતું તેના બદલે હવે 60 લાખ રેમડેસીવીર વાયલનો નાશ કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે કારણ કે આ વાયલની એક્સપાયરી ડેઇટ આવી ગઇ છે.
સુત્રોના કહેવા પ્રમાણે 600 કરોડની રેમડેસીવીર વાયલ અને 200 કરોડની રેમડેસીવીર એપીઆઈ તથા કોરોનાને લગતે અન્ય દવાઓની એક્સપાયરી ડેઇટ નજીક આવી ગઇ છે અને આવતા દિવસોમાં તેનો નાશ કરવો પડે તેવી હાલત સર્જાઇ છે. દેશમાં કોરોના કાબૂમાં આવી ગયો હોવાના કારણે હવે ટૂંકાગાળામાં આ દવાઓની કાંઇ જરુર ઉબી થાય તેવી શક્યતા નથી.
મુંબઈ ખાતે વડુ મથક ધરાવતા બીડીઆર ફાર્માના ચેરમેન ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે, માર્ચ-2020માં બહુ ઓછુ કંપનીઓ રેમડેસીવીરનું ઉત્પાદન કરતી હતી. ગત વર્ષે કોરોનાના બીજા વેવ વખતે રેમડેસીવીરની પ્રચંડ માંગ નીકળી હતી અને તેને પગલે મોટાભાગની ફાર્મા કંપનીઓ તેનું ઉત્પાદન કરવા લાગી હતી અને જંગી માત્રામાં ઉત્પાદન શરુ થયું હતું.
- Advertisement -
એક અંદાજ પ્રમાણે હાલ વિવિધ કંપનીઓ અને સરકાર પાસે રેમડેસીવીરના 60 લાખ વાયલનો સ્ટોક છે. અત્યારે સદનસીબે તેની કોઇ જરુર નથી કારણ કે કોરોના કાબૂમાં છે. દેશમાં કોવિડને લગતી દવાઓ અને ઇન્જેકશનોનો 800થી 1000 કરોડનો સ્ટોક ઉપલબ્ધ છે તેમાં રેમડેસીવીર, લીપોસોમલ, આમફોટેરીસીન બીઇ ઇન્જેકશન, ફેબીપિરાવીર વગેરેનો સમાવેશ થાય છે.