આપણે પૃથ્વી પરથી આકાશમાં ઉગતાં સૂરજને જોઈએ છીએ, પણ એવરેસ્ટ પરથી અમે સૂર્યને નીચે ઉગતાં જોયો. એ ક્ષણ અવર્ણનીય છે.
શાહનામા
-નરેશ શાહ
-નરેશ શાહ
એ સ્થળે ઉભા રહીને તમે દાવો કરી શકો છો કે પૃથ્વી ગોળ છે આ શબ્દો જેના છે, તેની જ આપણે વાત કરવાના છીએ પણ એ પહેલાંનાનકડો પોઝ લઈને વિચારો કે – જેને અચિવ કરવાના અરમાન સો લોકો રાખે તો ય પૂરા માંડ પાંચ પણ કરી શક્તા ન હોય અને જયાં પહોંચવાના મનસૂબાએ કંઈ કેટલાંય લોકોના જાન લઈ લીધા હોય, એ અચિવમેન્ટ તમે ગૂંજે કરો ત્યારે તમે ભારતના જ નહીં, પૂરી દૂનિયાના સૌથી નાની વયના અચિવર હો પણ ચંદ કલાકો પછી એ ખિતાબ કોઈ બીજાના નામે ચઢી જાય તો તમને કેવું લાગે ? અર્જુન વાજપેયીને જો કે તેનો ચપટીભર પણ ચચરાટ નહોતો થયો. થાય પણ શું કામ ? સોળ વરસ, અગિયાર મહીના અને અઢારમા દિવસે જે તેણે ર90ર8 ફીટની ઊંચાઈએ આવેલાં એવરેસ્ટના શિખરને સર કરી લીધું હતું. એ દિવસ હતો બાવીસમી મે, ર010 નો. વહેલી સવારે, જયારે આપણા માટે દિવસ પણ હજુ ઉગ્યો હોતો નથી ત્યારે છ વાગીને અઢાર મિનિટે અર્જુનની આંખમાં હર્ષના આંસુ હતા કારણ કે, જે ઊંમરે સંતાનોમાં શાન પ્રગટવી શરૂ થતી હોય છે એ સોળ વરસે તો એ જગતની સૌથી પ્રેસ્ટીજીયસ તેમજ ડેન્જરસ ગણાતી એવરેસ્ટની ચોટી પર પહોંચી ગયો હતો. અચાનક જ ભારી ભરખમ લિબાસ, શૂઝ અને રસ્સીઓના સહારે ઉપર ચઢતાં અર્જુનને ભાન થયું કે હવે ચઢાઈ નથી. એ એવરેસ્ટ પર હતો. તેણે આજુબાજુ, ચોતરફ નજર કરી. પહાડી જંગલ, નાની મોટી બર્ફિલી ચટ્ટાનો, કોતરો… બધું નીચે રહી ગયું હતું, પણ ર90ર8 ફીટની ઊંચાઈએ વધુ સમય રહેવું પણ મૌતને દાવત દેવા જેવું ગણાય. અર્જુને તરત રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. મનોમન રાષ્ટ્રગાન ગાયું. તેના મદદગાર શેરપા દાજુએ તિબેટીયન પ્રાર્થના ગઈ અને પર્વત દેવીને ધન્યવાદ પણ આપ્યા કે, તેઓ અભિયાનમાં સુખરૂપ સફળ રહ્યા.
જો કે અર્જુન, શેરપા દાજુ સહીત બધા જાણકારોને ખબર જ હોય છે કે એવરેસ્ટનું આરોહણ જેટલું જોખમી છે એટલું જ તેનું ઉતરાણ જીવલેણ સાબિત થઈ શકે છે. વાસ્તવિક્તા તો એ છે કે સૌથી વધુ મૃત્યુ હિમાલયમાં ઉતરાણ દરમિયાન જ થયા છે અને એવરેસ્ટ સર કરીને પાછા ફરતી વખતે અર્જુનથી પણ એક શરતચૂક થઈ ગઈ હતી. અર્જુન કહે છે કે, લાઓત્સે વોલ પાસે હું અનાયાસ અલગ રસ્તે ફંટાઈ ગયો. નીચે લઈ જનારી રસ્સીની બદલે ઉપર લઈ જનારી રસ્સી પકડીને હું આગળ વધતો ગયો. બહુ આગળ નીકળી ગયા પછી મેં જોયું કે મારી આસપાસ કોઈ નહોતું અને હું(બે બર્ફીલી કોતરો વચ્ચેની) ખાઈમાં ફસાઈ ગયો હતો. જો કે પછીથી શેરપાઓની નજર મારા પર પડી અને હું બચી ગયો. બેશક, એ વખતે મૃત્યુ નજર સામે તાંડવ કરવા લાગ્યું હતું અને હું હનુમાનજીને યાદ કરવા લાગ્યો હતો
અત્યંત રોમાંચક વાત છે અર્જુન વાજપેયી. નિવૃત કેપ્ટન સંજીવ વાજપેયી અને પ્રિયા વાજપેયીનો અર્જુન દીકરો. દીકરીનું નામ ગૌરી. સૈનિક પિતાને સ્પોર્ટસનો શોખ઼ તેમની વાતોમાંથી એ દીકરા અર્જુનમાં રોપાયો. ધીમે ધીમે ટ્રેકીંગ-માઉન્ટેનિયરીંગ અર્જુનના ડીએનએમાં બળવત્તર બનીને ઉછળવા લાગ્યા એટલે પંદર વરસની ઉંમરે પિતાએ તેને ઉતરકાશીની નહેરુ ઈન્સ્ટીટયૂટ ઓફ માઉન્ટેનિયરીંગમાં ટ્રેકીંગની બેઝિક અને એડવાન્સ તાલીમ માટે મૂક્યો. એક જ વરસમાં અર્જુન માઉન્ટ એવરેસ્ટને ભરી પીવા માટે માનસિક શારીરિક તૈયાર થઈ ગયો હતો. ર009માં તે ોપદીના ડંડા તરીકે ઓળખાતી હિમાલયની ચોટી પર ચઢી ગયો. ઊંચાઈ 1889ર ફીટ. ર010 માં નેપાલના આઈલેન્ડ પીક તરીકે ઓળખાતો બરફાની પર્વત ચઢી આવ્યો કે જે ર0000 હજાર ફીટ ઊંચો છે. બસ, હવે એવરેસ્ટ, અર્જુને તય કરી લીધું. યાદ રાખજો કે આ કોઈ ટીનએન બચ્ચું દહેરાદૂનની બોર્ડીંગમાં કે રશિયામાં મેડિકલની ડીગ્રી લેવા માટે જાય, તેની વાત નથી. માઉન્ટ એવરેસ્ટની વાત છે, જેને સર કરનારા પ્રથમ એડમંડ હિલેરી વિષે આપણને સ્કૂલોમાં ભણાવવામાં આવ્યું હતું. એક સોળ વરસની ઊંમરનો છોરો એ ચઢવા તૈયાર થયો તેમાં તેના માતા-પિતાની હિંમત વધુ કાબિલે દાદ ગણાય.
- Advertisement -
18 મે, ર010 ના દિવસે અર્જુને હિમાલયની તળેટીમાં આવેલા બેઝ કેમ્પથી ચઢાણની શરૂઆત કરી અને ચાર દિવસ પછી રર મે ની વહેલી સવારે સવા છ વાગ્યે એ એવરેસ્ટ પરથી દુનિયા જોઈ રહ્યો હતો. એ ક્ષ્ાણે અર્જુન વાજપેયી આખી દુનિયામાં સૌથી નાની ઊંમરે એવરેસ્ટ પર પહોંચનારો પ્રથમ ટીનએજ હતો. થોડા કલાક પછી જ એ રેકોર્ડ એક અમેરિકન છોકરો તોડી નાખવાનો હતો. અર્જુનની ગણતરી તેથી જ આજે સેક્ધડ નંબરમાં થાય છે. એક્વીસમી મેની મોડી રાતે જ ચઢાણ શરૂ કરી દેનારા અર્જુને વહેલી સવારે એવરેસ્ટ પર પહોંચીને (રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા પછી) પોતાની પાણીની બોટલ ખાલી કરીને એવરેસ્ટની ટોચ પરનો બરફ ભરી લીધો અને થોડા પથ્થરના ટુકડા પણ યાદગિરી તરીકે ગુંજે ભરી લીધા. હવે કાયમી સ્મરણ જેવી તસ્વીરો લેવાની હતી. તેણે કેમેરા કાઢયો તો મેસેજ દેખાયો કે બેટરી લો છે… માઈનસ પચાસ ડીગ્રી અને ઓછા દબાણને કારણે બેટરી બરફ થઈ ગઈ હતી. અર્જુને હાથ પરના ગલ્વઝ ઉતાર્યા અને કેમેરાની બેટરીને હાથમાં રગડીને ગરમ કરી. કિસ્મતે સાથ દીધો. અર્જુન એવરેસ્ટ પરના કેટલાંક ફોટો લઈ શક્યો… માની લો કે કેમેરા સ્ટાર્ટ ન થયા હોત અને ફોટો ન પાડી શકાયા હોત અર્જુનને અફસોસ થાત ? આપણે નથી જાણતા પણ એટલી ખબર છે કે સૌથી નાની ઊંમરે એવરેસ્ટ સર કરવા બદલ ન સરકારે નોંધ લીધી કે ન એક સન્માનપત્રનું કાગળીયુંય આપ્યું છતાં અર્જુનને તેનો રંજ નથી. બનામ અર્જુન : મને એવા એકેય એવોર્ડની ખેવના નથી કે જે સરકારની ચાપલૂસી કે વખાણ કરવાથી મળે
અર્જુનને હવે માત્ર આવા જીવલેણ, અઘરા અને એકદમ જાતને નિચોવી નાખતાં શિખરોને સર કરવાની ધૂનકી લાગી છે. વિશ્ર્વમાં એવરેસ્ટ (8, 848 મીટર) જેવી સરેરાશ આઠ હજાર મીટરની ઊંચાઈ ધરાવતી 14 પર્વતમાળાઓ છે કે જેની ટોચે અત્યાર સુધીમાં માત્ર અઠયાવીસ લોકો જ પહોંચી શક્યા છે. આ અઠાવીસમાં એક પણ ભારતીય નથી. અર્જુનનું ખ્વાબ છે કે તે પ્રથમ ભારતીય અને ર9મો પર્વતારોહક બને. પહેલાં તેને પિતાની જેમ સૈન્યમાં જવાના અભરખા હતા પણ ચૌદ પૈકીની ત્રણ ટોચ પર સફળતાપૂર્વકનું આરોહણ કરી ચૂકેલો અર્જુન વાજપેયી કહે છે કે, હવે મારે આર્મી ઓફિસર નથી થવું. મારે તો બાકી રહેલાં અગિયાર શિખરો સર કરવા છે કે જેમાંથી પાંચ શિખર પાકિસ્તાનમાં છે. હું જો આર્મી ઓફિસર બની જાઉં તો પાકિસ્તાન મને ક્યારેય આ શિખર પર ચઢવા માટેની પરમિટ જ ન આપે