લિવરમાં વધુ માત્રામાં ચરબી જમા થવાથી થાય છે ફેટી લિવરની સમસ્યા: ફળ, શાકભાજી અને સમગ્ર અનાજના સેવનથી આ બિમારીથી દુર રહી શકાય
ભારતમાં લિવર ખરાબ થવાની જીવલેણ બીમારી લિવર સિરોસીસનું સૌથી મોટું કારણ શરાબ સેવન છે. હવે એવા લોકોમાં પણ લિવર સિરોસીસની સમસ્યા ઝડપથી વધી રહી છે જેઓ શરાબ તો નથી પીતા, પરંતુ ખરાબ ખાન-પાન જેમ કે સોડા, પેકજ્ડ જયુસ, મીઠા ખાદ્ય પદાર્થ અને નિષ્ક્રીય જીવન શૈલીના કારણે તે ફેટી લિવરથી પીડિત થઈ ગયા છે.
- Advertisement -
દિલ્હી એમ્સના ડોકટરો મુજબ 44 ટકા લિવર સિરોસીસના કેસમાં શરાબ જવાબદાર છે, જયારે 18 ટકા કેસમાં વાયરલ હેપેટાઈટીસ અને 14 ટકા કેસમાં નોન આલ્કોહોલિક ફેટી લિવરના કારણ લિવર સિરોસિસ થાય છે.
એમ્સના ગેસ્ટ્રોએટ્રોલોજી વિભાગના પ્રોફેસર ડો. ગોવિંદ મખારિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 38 ટકા લોકો નોન આલ્કોહોલિક ફેટી લિવરથી પીડિત છે. અર્થાત નોન આલ્કોહોલિક ફેટી લિવરથી દર ત્રીજી વ્યકિત પીડિત છે.
ડો. મખારિયાએ અભ્યાસના આધારે જણાવ્યું હતું કે નોન આલ્કોહોલિક ફેટી લિવરની સમસ્યા માત્ર વયસ્કોમાં જ નથી જોવા મળી બલકે 35 ટકા બાળકો પણ તેનાથી પીડિત મળી આવ્યા છે. તેનું કારણ સાચુ ખાન-પાન ન હોવું અને નિષ્ક્રિય જીવન શૈલી છે.
- Advertisement -
નોન આલ્કોહોલિક ફેટી લિવરની સમસ્યાનો સામનો એ લોકોને કરવો પડે છે જે લોકો ખૂબ જ ઓછું કે નહીંવત શરાબ સેવન કરે છે આ સમસ્યા ત્યારે પેદા થાય છે, જયારે લિવરમાં વધુ માત્રામાં ફેટ જમા થવા લાગે છે.
વજન નિયંત્રિત રાખવું, ફળ, શાકભાજી, સમગ્ર અનાજ લેવા
અધ્યયન મુજબ ખોટા ખાન-પાનથી ફેટી લિવરની સમસ્યા પેદા થાય છે. ફેટી લિવરને નિવારવા સમગ્ર અનાજ, ફળ, શાકભાજીનું સેવન કરવું જોઈએ.