IIT ખડગપુરનો 69મો દિક્ષાંત સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રહ્યા ઉપસ્થિત
ખાસ-ખબર સંવાદદાતા
આઇઆઇટી ખડગપુરનો 69મો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે હું આઇઆઇટી ખડગપુર આવવાથી ઘણી ખુશ છું. આઇઆઇટી ખડગપુર ભારતનું સૌથી મોટુ ગ્રીન ફિલ્ડ કેમ્પસ છે.
રાષ્ટ્રપતિએ ડિગ્રી મેળવનાર 3205 વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે તમે સિદ્ધિઓના સર્વોચ્ચ શિખરને સ્પર્શી તેવી શુભકામના પાઠવુ છું.
સાથે જ કહ્યું કે મને જાણવા મળ્યું છે કે આજે જેઓ ડિગ્રી મેળવે છે તેમાં લગભગ 21 ટકા દીકરીઓ છે. હું તેઓને ખાસ કરીને તેમને અભિનંદન આપું છું. હું માનું છું કે મજબૂત સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં મહિલાઓની વધુ ભાગીદારી જરૂરી છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે વિશ્વની સૌથી જૂની જ્ઞાન પરંપરા ધરાવતા આટલા વિશાળ દેશમાં એક પણ શૈક્ષણિક સંસ્થા વિશ્વના ટોપ 50 શૈક્ષણિક સંસ્થાઓમાં નથી તે એક ચિંતાનો વિષય છે. રેન્કિંગની દોડ સારા શિક્ષણ કરતા મહત્વપૂર્ણ નથી. પરંતુ સારુ રેન્કિંગ ન માત્ર દુનિયાભરના વિદ્યાર્થીઓ પરંતુ સારી ફેક્લટીને પણ આકર્ષિત કરે છે. તેથી હું ઇચ્છુ કે દેશનુ સૌથી જૂનુ આઇઆઇટી હોવાને લઇને આઇઆઇટી ખડગપુર આ દિશામાં જરૂર પ્રયાસ કરે.
દેશની એક પણ શૈક્ષિણક સંસ્થા વિશ્ર્વના ટોપ 50માં નહી, તે ચિંતાનો વિષય: રાષ્ટ્રપતિ
