મહામારી, બદલાતું હવામાન અને યુદ્ધની ભીતિના પગલે
2029 સુધી દર વર્ષે 15 હજાર ટન અનાજના સંગ્રહનું આયોજન 90 હજારથી એક લાખ ટન જેટલો અનાજનો જથ્થો સંગ્રહિત થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
નોર્વેની સરકારે અનાજ સંગ્રહની એક યોજના જાહેર કરી છે. કોરોના જેવી મહામારી, યુદ્ધની ભીતિ અને બદલાતા વાતાવરણના કારણે અનાજના સંગ્રહની જરૂૂરિયાતને સમજીને નોર્વેની સરકારે દર વર્ષે 50 કરોડ રૂૂપિયાના અનાજ સંગ્રહની યોજના શરૂૂ કરી છે. દર વર્ષે 15 હજાર ટન અનાજનો જથ્થો સંગ્રહ કરવામાં આવશે. તેના કારણે 2029-30 સુધીમાં એક લાખ ટનના સંગ્રહની ધારણા છે.
યુરોપિયન દેશ નોર્વેમાં 55 લાખની વસતિ છે. વર્લ્ડ બેંકના કહેવા પ્રમાણે દુનિયામાં માથાદીઠ આવકની બાબતમાં નોર્વે ચોથા ક્રમે છે અને સરકારની કલ્યાણકારી યોજનામાં સૌથી ફંડ નોર્વે ફાળવે છે. નયનરમ્ય દેશ નોર્વેની ગણતરી દુનિયાના શાંતિપ્રિય રાષ્ટ્રોમાં થાય છે. આ દેશની સરકારે ભવિષ્યની અનિશ્ર્વિતતાઓને ધ્યાનમાં રાખીને અનાજ સંગ્રહનું આયોજન શરૂૂ કર્યું છે. કોરોના મહામારી જેવી સંભવિત મહામારીઓ, યુક્રેન-રશિયા યુદ્ધ જેવા યુદ્ધોની શક્યતા અને બદલાતા હવામાનના કારણે સલામતી ખાતર નોર્વેએ દર વર્ષે 60 લાખ ડોલર યાને અંદાજે 50 કરોડ રૂૂપિયાના અનાજ સંગ્રહની યોજના જાહેર કરી છે.
દર વર્ષે નોર્વે 15 હજાર ટન અનાજનો સંગ્રહ કરશે. અત્યારે 2028-29 સુધી દર વર્ષે અનાજના સંગ્રહનું આયોજન હાથ ધરાયું છે. 2029 સુધીમાં 90 હજાર ટનથી એક લાખ ટન અનાજનો જથ્થો સંગ્રહ થાય એવી ગણતરી છે અને આ યોજના એ પછી પણ આગળ વધારવામાં આવશે. નોર્વેના કૃષિ-ખાધ્યાન્ન મંત્રી ગૈર પોલેસ્ટેડે કહ્યું હતું કે ત્રણ મહિનાની ખપત જેટલું અનાજ સંગ્રહવામાં આવશે. વિશ્ર્વના બજારમાંથી અત્યારે અનાજ મેળવવાનું સરળ બનશે. જો ક્લાઈમેટ ચેન્જના કારણે આફતો આવે કે યુદ્ધ થાય અથવા તો મહામારી ત્રાટકે ત્યારે અનાજ મેળવવાનું કપરું અને મોંઘું બની જાય. અત્યારથી અનાજનો યોગ્ય રીતે સંગ્રહ થાય અને વ્યવસ્થિત જાળવણી કરવામાં આવે તો ભાવ નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે.ઉલ્લેખનીય છે કે નોર્વેમાં અનાજની સ્ટોરેજ સિસ્ટમ 1950ના દશકામાં શરૂૂ થઈ હતી, પરંતુ 2003માં બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. અનાજના સંગ્રહની જરૂૂરિયાત ન હોવાથી બંધ થયેલી આ સ્ટોરેજ સિસ્ટમ 20 વર્ષ બાદ ફરીથી શરૂ કરાશે.