- દક્ષિણ કોરિયા અને અમેરિકાએ સંયુક્ત સૈન્ય અભ્યાસ કરતા નોર્થ કોરિયા ગિન્નાયુ
ઉતર કોરિયાએ વધુ એકવાર દક્ષિણ કોરિયા તરફ 10 મિસાઈલો છોડતા દક્ષિણ કોરિયાએ પોતાના પુર્વી દ્વીપ પર હવાઈ હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે, બીજી બાજુ દક્ષિણ કોરિયા અને અમેરિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસની ઉતર કોરિયાએ ટિકા કરી હતી.
આ અંગેની વિગત મુજબ ઉતર કોરિયાએ ફરી એકવાર દક્ષિણ કોરિયા તરફ મિસાઈલ ફેંકી હતી. તેમાંથી એક મિસાઈલ દક્ષિણ કોરિયા પાસે પડી હતી જેના કારણે દક્ષિણ કોરિયાનું ટેન્શન વધી ગયુ હતું. દક્ષિણ કોરિયા અને અમેરિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસની ટીકા બાદ ઉતર કોરિયાએ આજે એક પછી એક 10 મિસાઈલો ફેકી હતી.
- Advertisement -
જેમાંની એક દક્ષિણ કોરિયા પાસે જ ખાબકતા દક્ષિણ કોરિયામાં ટેન્શન વધી ગયું હતું અને દક્ષિણ કોરિયાએ પોતાના પુર્વ દ્વીપ પર હવાઈ હુમલાનું એલર્ટ જાહેર કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ નોર્થ કોરિયાએ સાઉથ કોરિયાના અમેરિકા સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસને લઈને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.
આ મામલે દક્ષિણ કોરિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તે ઉતર કોરિયાની હરકતોને સહન નહીં કરે. અમેરિકા સાથે સમન્વય કરીને તેનો સખ્તાઈથી નિકાલ કરવામાં આવશે. નોર્થ કોરિયાના મિસાઈલ હુમલા બાદ દક્ષિણ કોરિયાએ ઉતર કોરિયા પર પોતાની વોચ વધારી દીધી છે.