દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાની વચ્ચે ચાલી રહેલું ઘર્ષણ જગજાહેર છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પોતાના મિસાઇલ પરિક્ષણો માટે જાણીતા છે. તેમણે એક વાર ફરી તેમણે સમગ્ર દુનિયાને ચોંકાવી દીધા છે. જો કે, ઉત્તર કોરિયાએ ઉપગ્રહ પ્રક્ષેપણની ઔપચારિક સૂચના જાહેર કરી છે, ત્યાર પછી તણાવમાં વધારો થયો છે.
ઉત્તર કોરિયાએ આ સુચના બુધવારના જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, તેમણે આ પગલું દક્ષિણ કોરિયાની ચેતવણી અને પ્યોંગયાંગ પર બૈલિસ્ટિક મિસાઇલ ઔદ્યોગિકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવા માટે કેટલીય વાર સંયુક્ત રાષઅટ્ર પ્રસ્તાવો પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
- Advertisement -
જો કે, જાપાનના તટિય રક્ષકે જણાવ્યું કે, ઉત્તર કોરિયાએ 22 નવેમ્બરથી 1 ડિસેમ્બરની વચ્ચે પીળા સાગર અને પૂર્વી ચીન સાગરની દિશામાં એક અંતરિક્ષ ઉપગ્રહ લઇ જનાર રોકેટ લોન્ચ કરવાની પોતાની યોજના વિશે જાપાનને સૂચના આપી હતી. જો આવું કરવામાં આવશએ તો આ વર્ષ પરમાણુ- સશસ્ત્ર રાજ્ય દ્વારા જાસૂસી ઉપગ્રહને કક્ષામાં સ્થાપિત કરવાનો ત્રીજો પ્રયત્ન હશે. આ પહેલા કરેલા બંન્ને પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે.
શું છે ઉત્તર કોરિયાની યોજના
ઉત્તર કોરિયાને ઉપગ્રહ પરિક્ષણની નોટિસ પછી, જાપાની વડાપ્રધાનના કાર્યાલયે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું કે, દેશ અમેરિકા, દક્ષિણ કોરિયા અને બીજા લોકોની સાથે મળીને ઉત્તર કોરિયાને દઢતા સાથે આગ્રહ કરશે કે તેઓ આગળ ના વધે.
પ્યોંગયાંગ એક સેના જાસૂસી ઉપગ્રહને કક્ષામાં સ્થાપિત કરવાની માંગણી કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે, તેઓ અમેરિકી અને દક્ષિણ કોરિયાઇ સેનાની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ઉપગ્રહોની એક મોટી યોજના બનાવી રહ્યા છે.
- Advertisement -