દક્ષિણ કોરિયાએ પ્યોંગયાંગ પર ડ્રોન ઉડાડ્યાનો કિમ જોંગનો આરોપ: ડ્રોન ઉડાડ્યાનો દક્ષિણ કોરિયાનો ઇન્કાર
ઉત્તર કોરિયાએ આરોપ લગાવ્યો છે કે દક્ષિણ કોરિયાએ તેની રાજધાની પ્યોંગયાંગ પર ડ્રોન ઉડાવ્યા છે તો સામે પક્ષે દક્ષિણ કોરિયાએ આરોપ લગાવ્યો છે કે ઉત્તર કોરિયાએ મંગળવારે ઉત્તર કોરિયા અને દક્ષિ કોરિયાને જોડતી સડકોને તબાહ કરી દીધી છે. બંને દેશો દ્વારા આ દાવો ત્યારે કરાયો છે જ્યારે બન્ને દેશો વચ્ચે તનાવ વધ્યો છે.
- Advertisement -
દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું છે કે, દક્ષિણ કોરિયાની પૂરી સેના પૂરી તત્પરતાથી હાલત પર વોચ રાખી રહી છે. આ ઘટનાના એક દિવસ પહેલા ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ ઉન જોંગે સુરક્ષા અને શીર્ષ સૈન્ય અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી. જેમાં દક્ષિણ કોરિયાની ડ્રોન ઉડાવને દુશ્મનની ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી હતી.
બીજી બાજુ ઉત્તર કોરિયાએ પોતાની સીમા પર તોપો તૈનાત કરી દીધી છે અને હુમલા માટે એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા છે. જો કે દક્ષિણ કોરિયાએ એ વાતની પુષ્ટિ નથી કરી કે તેણે ઉત્તર કોરિયામાં ડ્રોન ઉડાડ્યા છે. પણ ચેતવણી આપી છે કે જો તેના નાગરિકોની સુરક્ષાને ખતરો થયો તે ઉત્તર કોરિયાને કડક સજા કરશે.
- Advertisement -