નોર્થ ઇસ્ટના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચુંટણી 2023 માટે મતદાન પૂર્ણ થઇ ગયું છે. જ્યારે સૌની નજર હવે રિઝલ્ટ પર છે. ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભાની ચુંટણીના પરિણામ 2 માર્ચના સામે આવશે. ત્યાર પહેલા એટલે કે આજ રોજ મેઘાલય અને નાગાલેન્ડમાં થયેલી વિધાનસભાની ચુંટણી પૂર્ણ થયા પછી ત્રણેય રાજયોના એક્ઝીટ પોલ સામે આવ્યા છે. એકઝીટ પોલમાં ત્રિપુરામાં ભાજપની વાપસીના સંકેતો મળી રહ્યા છે. ત્રિપુરામાં આ સમયે ડો. માણિક સાહાના નેતૃત્વમાં ભાજપની સરકાર છે.
જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં આજે પૂર્ણ થયેલા મતદાન પછી એકઝીટ પોલ આવવામાં થોડી વાર લાગી છે. એકઝીટ પોલ અનુસાર મેઘલયમાં ત્રિશંકુ પરિણામે સામે આવ્યા છે. આ ત્રણેય રાજયોમાં વિધાનસભાની 60-60 સીટ છે. જ્યારે બહુમતી માટે 31 સીટ પર જીત મેળવી છે.
- Advertisement -
ત્રિપુરાના એક્ઝીટ પોલમાં ભાજપની વાપસી
ત્રિપુરાની ચુંટણીને લઇને એકઝીસ માય ઇન્ડિયાએ એકઝીટ પોલમાં ભાજપની સરકાર બનાવશે તેવા સંકેતો છે. એકઝીસ માઇ ઇન્ડિયાના અનુસાર, ત્રિપુરામાં બીજેપીના ગઠબંધનમાં 36થી 45 સીટો મળી શકે છે. જે સ્પષ્ટ બહુમતથી આગળ છે. દશકઓથી વધારે ડાબેરીનો ગઢ રહેલા ત્રિપુરામાં આ વખતે વામ દળોએ કોંગ્રેસની સાથે ગઠબંધન કરીને ચુંટણી લડી હતી. પરંતુ આ ગઠબંધન પછી એકઝીટ પોલમાં બંન્ને દળો માટે નિરાશા છે. એકઝીસ માઇ ઇન્ડિયાના અનુસાર, ત્રિપુરામાં ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનને 9થી 11 સીટ મળી શકે છે.
ટિપરા મોથાને મળી શકે છે 9-16 સીટ
આ વર્ષ ત્રિપુરાના રાજાશાહી પરિવારના વંશજ પ્રદ્યોત કિશોર માણિક્ય દેબબર્માએ ટિપરા મોથા પાર્ટી બનાવીને પહેલી વાર ચુંટણી લડી રહ્યા હતા. આ પાર્ટીને લગભગ 20% વોટ મળવાના અનુમાન છે. ત્રિપુરા ચુંટણીમાં ટીએમસી લેફટથી વધારે પ્રદર્શન કરતા દેખાઇ રહી છે. એકઝીટ પોલના અનુસાર આ ચુંટણીમાં ટીએમપીને 9થી 16 સીટ મળી શકે છે. ટીએમપીએ આ વખતે જમીન પર ઘણી મહેનત કરી છે.
મેઘાલયમાં ત્રિશંકુ પરિણામના સંકેતો
મેઘાલયમાં આજે જ વિધાનસભા ચુંટણી માટે મતદાન સંપન્ન થયું છે. આ એકઝીટ પોલમાં મેઘાલયના પરિણામો ત્રિશંકુ વિધાનસભાની તરફ સંકેત આપી રહ્યા છે. એકઝીસ માય ઇન્ડિયાના પોલ અનુસાર આ વખતે કોઇ પણ પાર્ટીને બહુમતિ મળી રહી હોય તેવું દેખાતું નથી. એનપીપીના ખાતામાં 18થી 24, બીજેપીની 4થી 8, કોંગ્રેસની 6થી 12 સીટ મળી શકે છે. એટલે કે કોઇ પણ બહુમતી મળી રહી નથી. મેઘાલયમાં વિધાનસભાની 60 સીટ છે. જ્યાં બહુમતી માટે 31 સીટ પર જીત જરૂરી છે.
- Advertisement -
નાગાલેન્ડમાં પણ ભાજપની સરકાર માટે સંકેતો
એકઝીટ પોલમાં નાગાલેન્ડથી ભાજપ માટે ખુશખબરી છએ. 60 વિધાનસભાની સીટ વાળા નાગાલેન્ડમાં આજે મતદાન થયું છે. એકઝીસ માઇ ઇન્ડિયાના એકઝીટ પોલ અનુસાર નાગાલેન્ડમાં ફરી એક વાર એનડીપીપી અને બીજેપી ગઠબંધનની સરકાર બનવા જઇ રહી છે. પ્રચંડ બહુમતની સાથે વાપસીના સંકેતો છે. ગઠબંધનમાં 38થી 48 સીટો મળી શકે છે. કોંગ્રેસને 1થી 2, એનપીએફને 3થી 8 સીટ મળી શકે છે.