બોલીવૂડ અભિનેત્રી નોરા ફતેહીના એક ડાન્સ શોને બાંગ્લાદેશ સરકારે મંજૂરી આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે તે એક્સ્ટ્રાવેગન્સમાં ડોલર ખર્ચવા માગતી નથી.
બોલીવૂડ અભિનેત્રી નોરા ફતેહીના એક ડાન્સ શોને બાંગ્લાદેશ સરકારે મંજૂરી આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે તે એક્સ્ટ્રાવેગન્સમાં ડોલર ખર્ચવા માગતી નથી. બાંગ્લાદેશના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે સોમવારે નોટિસ ફટકારીને આ માહિતી આપી હતી. બાંગ્લાદેશ હાલમાં વિદેશી હૂંડિયામણના ઘટતા ભંડાર અને ફુગાવા સામે ઝઝૂમી રહ્યું છે. નોરા ફતેહીને વુમન લીડરશીપ કોર્પોરેશન દ્વારા એક કાર્યક્રમમાં ડાન્સ પ્રોગ્રામ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
- Advertisement -
સરકારે નકામાં ખર્ચા ઓછા કરો
બાંગ્લાદેશ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે નોરા ફતેહીને “વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને વિદેશી વિનિમય અનામત જાળવવાના હેતુથી” કાર્યક્રમ હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. સરકારની દલીલ છે કે તેઓએ આવા નકામા ખર્ચથી બચવું જોઈએ. એટલા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
ચાર મહિનાનું ભંડોળ બચ્યું
બાંગ્લાદેશનો વિદેશી મુદ્રા ભંડાર 12 ઓક્ટોબર સુધી ઘટીને 36.33 અબજ ડોલર થઈ ગયો છે. જે એક વર્ષ પહેલા 46.13 અબજ ડોલર હતું. હાલમાં બાંગ્લાદેશની હાલની આર્થિક સ્થિતિ એ છે કે તે લગભગ ચાર મહિનાની આયાતને પહોચી વળે એમ જ છે.
હિન્દી સિનેમેટિકની જાણીતી અભિનેત્રી
આઇએમડીબીની વેબસાઇટ અનુસાર નોરા ફતેહી મોરોક્કન-કેનેડિયન પરિવારમાંથી આવે છે. તેણે 2014માં હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. એટલું જ નહીં તાજેતરમાં નોરા મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે મિત્રતાને લઇને પણ ચર્ચામાં આવી હતી. તેના પર આરોપ છે કે તેણે સુકેશ પાસેથી કરોડો રૂપિયાની લક્ઝરી ગિફ્ટ લીધી હતી.