મહિલાએ રોડ વચ્ચે બેસીને હાઈવોલ્ટેજ ડ્રામા સર્જ્યો, ‘બે પાણીપુરી પાછી આપો’ના નારા લગાવ્યા!
સૂરસાગર તળાવ પાસેની પાણીપુરીની લારી પર મહિલાએ વિવાદ કર્યો, અને પોલીસને બોલાવી લારી હટાવડાવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા
વડોદરા શહેરમાં એક મહિલાએ રસ્તા પર બેસીને હાઈવોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. લારીવાળાએ બે પાણીપૂરી ઓછી આપતાં મહિલા રોડ વચ્ચે બેસી ગઈ હતી, પોલીસને કહી લારી હટાવડાવીને કહ્યું: સાહેબ, ફરી ઊભો રહેશે તો મજા નહીં આવે. વડોદરાના સુરસાગર તળાવ સામે પાણીપુરીની લારી પર એક મહિલાએ ભારે વિવાદ જગાવ્યો હતો. મહિલાને બે પાણીપુરી ઓછી મળતાં રોડ પર બેસી વિરોધ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારના રોજ મચ્છીપીઠ વિસ્તારમાં રહેતી એક મહિલા સૂરસાગર તળાવ પાસે પાણીપુરીની લારી પર પાણીપુરી ખાવા આવી હતી. આ મહિલા બે દિવસથી પાણીપુરી ખાવા આવતી હતી. ગુરુવારે સાંજે 5 વાગ્યાના સુમારે મહિલા પાણીપુરી ખાવા આવી હતી. આ મહિલાએ ગુરુવારે 20 રૂપિયાની પાણીપુરી ખાધી હતી. પાણીપુરી ખાધા બાદ મહિલાએ લારીવાળાને કહ્યુ કે, તેં મને બે પાણીપુરી ઓછી આપી હતી. આ વાત પર પાણીપુરીવાળાએ મહિલાને બે પાણીપુરી આપી હતી. પરંતું છતા મહિલા માની ન હતી, અને તેણે ઝગડો કર્યો હતો. આ બાદ મહિલા પાણીપુરી માટે હઠ પકડીને રસ્તા પર બેસી ગઈ હતી. મહિલાને રસ્તા પર બેસેલી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વાત પર મહિલાએ પોલીસ બેલાવી હતી અને પોલીસને ફરિયાદ કરી હતી કે, પાણીપુરીની લારી હટાવી દેવામાં આવે. મહિલા જીદે ચઢી હતી, અને પોલીસની વાત પણ માનવા તૈયાર ન હતી. બે પાણીપુરી માટે હઠ પકડેલી મહિલાને રોડ પર બેઠેલી જોઈ લોકોમાં રમૂજ સર્જાયું હતું. મહિલાની આ જીદને લઈને તે રસ્તા પર મજાકનું કેન્દ્ર બની હતી. આખરે, પોલીસે સમજાવીને લારી હટાવડાવી હતી, મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, તમે અત્યારે તો લારી હટાવડાવી દીધી છે. પણ જો બે કલાક બાદ લારી ફરી ત્યા હશે તો મજા નહીં આવે.



