જજોએ સેફ રમવાનું બંધ કરીને મજબૂત સામાન્ય જ્ઞાનની ભાવનાનો ઉપયોગ કરવો જોઇએ તેવી સલાહ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
- Advertisement -
દેશમાં પત્રકારો, એક્ટિવિસ્ટ્સ, નેતાઓની રાજકીય દબાણને કારણે થતી ધરપકડોને લઇને દેશના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબ દરમિયાન મુખ્ય ન્યાયાધીશે મનમાની ધરપકડોના કેસોમાં જામીન ન મળવાને ચિંતાજનક ગણાવી હતી, તેમણે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટમાં જામીનને લાયક હોવા છતા જામીન નથી મળતા, બાદમાં હાઇકોર્ટમાં અપીલ કરવી પડે છે, ત્યાં પણ જામીન ના મળતા સુપ્રીમ સુધી આવવુ પડે છે. જેને કારણે આવા મામલાઓમાં વિલંબ થાય છે અને અરજદાર પણ મુશ્કેલીનો સામનો કરે છે.
બેંગલુરુમાં એક કાર્યક્રમને સંબોધતા મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે જજોને કેટલીક સલાહ પણ આપી હતી, તેમણે કહ્યું હતું કે જ્યારે અપરાધના મહત્વપૂર્ણ મુદ્દાઓને શંકાની દ્રષ્ટીએ જોવામાં આવે છે ત્યારે ટ્રાયલ જજ જામીન ન આપીને સેફ ખેલવાનું પસંદ કરતા હોય છે. જજોએ પ્રત્યેક મામલાને જીણવટપૂર્વક ચકાસીને મજબૂત કોમન સેંસનો ઉપયોગ કરવો જોઇએ. ટ્રાયલ કોર્ટમાં જ જામીન મળી જવા જોઇએ તેવા મામલા હાઇકોર્ટ બાદ સુપ્રીમ સુધી પહોંચે છે. જજોએ સ્વતંત્ર રહીને નિર્ણયો લેવા જોઇએ.