વેરાવળ બસસ્ટેન્ડ ખાતે ‘વિશ્ર્વ તમાકુ નિષેધ દિવસ’ની ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
કલેકટર એન.વી.ઉપાધ્યાય તેમજ જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં વેરાવળ બસ સ્ટેશન ખાતે 31મીમે ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ-2025’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે મહાનુભાવોના હસ્તે વેરાવળ બસ સ્ટેશન ખાતે લોકજાગૃતિ માટે ‘નો સ્મોકિગ, ‘નો ટોબેકો યૂઝ’ લોકજાગૃતિ લાવતું એર ડાન્સર બલૂન ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા ‘પેસિવ સ્મોકિંગના નુકસાન’, ‘ધુમ્રપાન મુક્ત જીવન’, ’તમાકુનું સેવન છોડો અને વ્યસનમુક્ત, નિરોગી જીવન અપનાવો’, ‘તમાકુનું સેવન પ્રાણઘાતક કેન્સરમાં પરિણમે છે’ જેવી સમજણ આપવામાં આવી હતી.