20 ટકા ટીસીએસનો ભારે વિરોધ થતાં સરકારની જાહેરાત
સાત લાખ સુધીના ખર્ચને આરબીઆઇની એલઆરએસના દાયરામાંથી બહાર રખાયો
ખાસ-ખબર સંવાદદાતા
વિદેશમાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા સાત લાખ રૂપિયા સુધીની ચુકવણી પર ટીસીએસ (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ) લાગશે નહીં તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. વિદેશમાં ક્રેડિટ અકે ડેબિટ કાર્ડથી ચુકવણી પર 20 ટકા ટીસીએસ લગાવવાના નિર્ણયના ભારે વિરોધને પગલે સરકારને આ નિર્ણયને પરત લેવાની ફરજ પડી છે.હવે વિદેશમાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા સાત લાખ રૂપિયા સુધીની ચુકવણી પર ટીસીએસ (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ) લાગશે નહીં. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે જો કોઇ વ્યકિત ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી વિદેશમાં સાત લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે તો તેને ટીસીએસની ચુકવણી કરવી પડશે નહીં. એટલે કે સાત લાખ રૂપિયા સુધીના ખર્ચને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની લિબરલાઇસ્ડ રેમિટેન્સ સ્કીમ (એલઆરએસ)ના દાયરામાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે એક જુલાઇ, 2023થી લિબરલાઇઝ્ડ રેમિટેન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળ નાની લેવડદેવડ પર ટીસીએસ વસૂલ કરવા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને વિદેશમાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા સાત લાખ રૂપિયા સુધીની ચુકવણી પર ટીસીએસ (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ) વસૂલ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.