VVPATને લઈને સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યા બાદ ચૂંટણી પંચે કહ્યું કે કોર્ટના આ નિર્ણય બાદ હવે કોઈને શંકા ન રહેવી જોઈએ. હવે જુના પ્રશ્નોનો જવાબ મળી જવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણી હેઠળ બીજા ચરણના વોટિંગની વચ્ચે શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોર્ટે વીવીપેટ વેરિફિકેશનની માંગને લઈને પણ અરજી ફગાવી દીધી છે. બેલેટ પેપરની માંગને લઈને દાખવ કરેલી અરજી પણ ફગાવી દીધી છે. આ નિર્ણય બાદ ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી છે.
- Advertisement -
ચૂંટણી પંચ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે આપણે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ. ચૂંટણી કરાવવી એક લાંબી પ્રક્રિયા છે અને તેને સંપૂર્ણ ગંભીરતા અને ઈમાનદારીથી કરીએ છીએ. અમને આશા છે કે આ નિર્ણય બાદ દેશમાં કોઈને પણ હવે EVMને લઈને શંકા નહીં રહે અને આ પ્રકારના જુના સવાલ હવે વધારે નહીં પુછવામાં આવે.
હવે સમય આવી ગયો છે કે અવિશ્વાસના આ જુના અધ્યાયને ખતમ કરી દેવામાં આવે. અમે બધા મળીને ભવિષ્યમાં વધારેમાં વધારે સુધારવાદી પગલા ભરવાની આશા રાખીએ છીએ. ચૂંટણી પંચે કહ્યું છે કે કોર્ટના આ નિર્ણયના બાદ હવે કોઈને શંકા ન રહેવી જોઈએ. હવે જુના સવાલ પુરા થઈ જવા જોઈએ.
શું છે સુપ્રીમ કોર્ટનો નિર્ણય?
સુપ્રીમ કોર્ટે મહત્વના નિર્ણયમાં સ્પષ્ટ કરી દીધુ છે કે મતદાન ઈવીએમ મશીનથી થશે. EVM-VVPATનો 100 ટકા મેચિંગ કરવામાં નહીં આવે. 45 દિવસ સુધી વીવીપેટની ચિઠ્ઠી સુરક્ષિત રહેશે. આ ચિઠ્ઠી ઉમેદવારોના હસ્તાક્ષરની સાથે સુરક્ષિત રહેશે.
- Advertisement -
કોર્ટે આદેશ આપ્યો છે કે ચૂંટણી બાદ સિંબલ લોડિંગ યુનિટોને સીલકરી સુરક્ષિત કરી દેવામાં આવશે. એવો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે ઉમેદવારોની પાસે પરીણામની જાહેરાત બાદ ટેક્નિકલ ટીમ દ્વારા EVMના માઈક્રો કંટ્રોલર પ્રોગ્રામની તપાસ કરવાનો વિકલ્પ હશે. જેને ચૂંટણી જાહેરાતના સાત દિવસની અંદર કરી શકાશે.
આ ચુંકાદો આપતા જસ્ટિસ ખન્નાએ કહ્યું કે વીવીપેટ વેરિફિકેશનના ખર્ચા ઉમેદવારે પોતે ઉપાડવા પડશે. જો કોઈ સ્થિતિમાં ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી કે ઈવીએમને કોઈ પ્રકારનું નુકસાન થયું તો તેનો ખર્ચ ભરવા પડશે.
આ પણ વાંચો
સુપ્રીમ કોર્ટને EVM પર વિશ્વાસ: VVPAT વેરિફિકેશનની તમામ અરજીઓ ફગાવી