ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
રશિયાના કઝાનમાં બુધવારે BRICS ની ક્લોઝ પ્લેમરી (બંધ બારણે) બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ પર બેવડા માપદંડ માટે કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે BRICS દેશોએ સાથે આવીને આનો સામનો કરવો પડશે. તેમણે ઞગજઈમાં સુધારાની પણ વાત કરી. તેમણે કહ્યું કે ભારત BRICS માં નવા દેશોનું સ્વાગત કરવા તૈયાર છે. આ પછી થોડી સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇછઈંઈજ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે. વાસ્તવિક નિયંત્રણ રેખા (કઅઈ) પર તણાવ ઘટાડવાની જાહેરાત બાદ બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. 2020માં ગલવાન અથડામણ બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ દ્વિપક્ષીય બેઠક હશે. પીએમ મોદી હાલમાં બ્રિક્સની બંધ પૂર્ણ બેઠકમાં હાજર છે.
- Advertisement -
આ પછી તે ઓપન પ્લેનરી મીટિંગમાં ભાગ લેશે. ઓપન પ્લેનરી બાદ પીએમ મોદી ઘણા દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. પીએમ આજે જ ભારત જવા રવાના થશે. બ્રિક્સમાં સામેલ થવા માટે મોદી મંગળવારે બપોરે કઝાન પહોંચ્યા હતા. રાત્રે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા. મોદીએ પુતિનને આવતા વર્ષે વાર્ષિક સમિટ માટે ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. મંગળવારે જ પુતિને બ્રિક્સ દેશોના નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું. મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પુતિન સાથે મ્યુઝિકલ કોન્સર્ટમાં હાજરી
આપી હતી.
આ દરમિયાન પુતિન વચ્ચે બેઠા હતા અને પીએમ મોદી અને જિનપિંગ બંને બાજુ ખુરશીઓ પર હતા.