વારાણસી જિલ્લા જજ દ્વારા જ્ઞાનવાપી ભોંયરામાં હિંદુ પક્ષને મળેલા પૂજા કરવાના અધિકારની સામે અંજુમને ઇંતિઝામિયા કમિટીએ હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. ઇંતજામિયા કમિટીએ અરજી દાખલ કરતા જિલ્લા જજના 31 જાન્યુઆરીના આદેશ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે. હાલમાં મુસ્લિમ પક્ષને કોઇ રાહત મળી નથી. કોર્ટેના મહાધિવક્તાએ આદેશ આપ્યા કે, વારાણસીના જિલ્લા અધ્યક્ષ વ્યાસ ભોંયરાની સુરક્ષા કરે, કોર્ટ કોઇ ચૂક કરે નહીં. મામલાની હવેની સુનાવણી 6 ફેબ્રુઆરીના થશે.
#WATCH | Varanasi, UP: Drone surveillance is being conducted at the Gyanvapi complex amid the bandh announced by the Muslim community. pic.twitter.com/YtAms50wl5
- Advertisement -
— ANI (@ANI) February 2, 2024
કેસની સુનાવણી જસ્ટિસ રોહિત રંજ અગ્રવાલની કોર્ટમાં થઇ. કોર્ટમાં બંન્ને પક્ષોના વકીલ હાજર રહ્યા. સુનાવણી શરૂ થતા ઇંતજામિયા કમિટીએ પોતાનો પક્ષ રાખતા કહ્યું કે, જિલ્લા જજ વારાણસીના સેવાનિવૃત્તિના દિવસે ઝડપમાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો, જેના પર પ્રતિબંધ લગાવવો જોઇએ.