59% મતદારો મોદીને જ ફરી PM પદે ઈચ્છે છે
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં લોકસભાની ચૂંટણી નજીક છે. બધી પાર્ટીઓએ ગ્રાઉન્ડ લેવલે તૈયારી શરૂ કરી દીધી છે. એક બાજુ ભાજપ સતા પર પુનરાગમન માટે કમર કસી રહી છે તો ઈન્ડીયા ગઠબંધન પણ જોરદાર ટકકર માટે તૈયાર છે. દરમ્યાન એક સવાલ બધાના મનમાં છે કે લોકો આ વખતે પીએમ તરીકે કોને જોવા માગે છે. મોદીને કે રાહુલને હાલમાં જ સી વોટરે આખા દેશમાં એક સર્વે કર્યો હતો. જેમાં સ્પષ્ટ બહાર આવ્યું હતું કે હજુ પણ લોકોની વહેલી પસંદ મોદી છે.હિન્દી પટ્ટી રાજયોમાં તો મોદીનો રાહુલથી ઉપર લીડ રાખી છે.સર્વેનાં આંકડા બતાવે છે કે 59 ટકા લોકો હજુ પણ પીએમ તરીકે મોદીને જ પસંદ કરે છે જયારે 32 ટકા લોકો રાહુલ ગાંધીને તે પર જોવા માંગે છે. હાલમાં જ છતીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે પોતાની સરકાર બનાવી છે.આ સ્થિતિમાં આ ત્રણેય હિન્દી પટ્ટી રાજયોમાં પણ માહોલ મોદીના પક્ષમાં જોવા મળે છે. એમપીમાં 66 ટકા લોકો મોદીને પીએમ તરીકે જોવા ઈચ્છે છે. જયારે રાહુલ ગાંધી માટે આ આંકડો 28 ટકાનો છે. આજ રીતે છતીસગઢમાં 67 ટકા લોકો મોદીને સપોર્ટ કરે છે. અહી 29 ટકા લોકો રાહુલ ગાંધીને પીએમ તરીકે જોવા માગે છે. રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં 65 ટકા મોદીને સમર્થન કરે છે જયારે 32 ટકા રાહુલ સાથે છે. ઈન્ડિયા ગઠબંધન પીએમ માટે કોને ઉમેદવાર બનાવવો જોઈએ તેને લઈને સર્વેમાં રાહુલ ગાંધી હજુ આગળ જોવા મળી રહ્યા છે. 34 ટકા લોકોનો મત છે કે વિપક્ષે પીએમ પદ માટે રાહુલને ઉમેદવાર બનાવવા જોઈએ. મહત્વની વાત એ છે કે અહી બીજા ક્રમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે. જેને 13 ટકા લોકો પીએમ તરીકે જોવા માગે છે. વધુ અહેવાલ પાના નં. 2 પર
- Advertisement -
લોકસભા ઓપિનિયન પોલ: 5 રાજ્યોમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે?
ખાસ-ખબર સંવાદદાતા
આગામી વર્ષ એપ્રિલ કે મે મહિના દરમિયાન લોકસભા ચૂંટણી થવાની શક્યતાઓ છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024એ પૂર્ણ થશે. લોકસભા ચૂંટણી 2024ની તૈયારીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષ તનતોડ મહેનત કરી રહ્યા છે.
સૂત્રોના અનુસાર, ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં મોટી જીત દાખલ કરવાનું લક્ષ્ય લઈને ચાલી રહી છે. વડાપ્રધાન મોદીએ પાર્ટીના પ્રમુખ નેતાઓ સાથે વોટ ટકાવારી 10 ટકા વધારવાની દિશામાં કામ કરવા માટે કહ્યું છે. 2019ની ચૂંટણીમાં ભાજપે 37 ટકાથી વધુ અને તેના નેતૃત્વ વાળા ગઉઅને અંદાજિત 45 ટકા વોટ મળ્યા હતા.
ત્યારે, શનિવાર (23 ડિસેમ્બર)એ પાર્ટીની બે દિવસીય મંથન બેઠકના સમાપન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પ્રદેશ અધ્યક્ષોને કહ્યું કે, ભાજપનું એવું પ્રદર્શન હોવું જોઈએ કે, વિપક્ષ સ્તબ્ધ થઈ જાય.
બીજી તરફ લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ શનિવારે 12 મહાસચિવો અને 12 પ્રદેશ પ્રભારીઓની નિમણૂંક કરી.
લોકસભા ચૂંટણીને લઈને અઇઙ ન્યૂઝના ઈ-ટજ્ઞયિિંએ પહેલો ઓપિનિયન પોલ કર્યો છે, જેમાં પાંચ રાજ્ય- મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, કર્ણાટક અને તેલંગાણાની લોકસભા સીટો અને વોટ શેરને લઈને અંદાજ લગાવાયો છે. લોકોએ ચોંકાવનારી પ્રતિક્રિયા આપી છે. મધ્યપ્રદેશમાં લોકસભાની 29 બેઠકો, છત્તીસગઢમાં 11, રાજસ્થાનમાં 25, કર્ણાટકમાં 28 અને તેલંગાણામાં 17 બેઠકો છે. આ પાંચેય રાજ્યોની કુલ બેઠકો 110 થાય છે.
C-Voter ઓપિનિયન પોલ અનુસારના આંકડા
- Advertisement -
મધ્યપ્રદેશ
ભાજપ – 27-29 બેઠક
કોંગ્રેસ – 0-2 બેઠક
અન્ય – 0-0 બેઠક
કુલ બેઠક – 29
મધ્યપ્રદેશમાં કોને-કેટલા વોટ મળશે?
ભાજપ – 58%
કોંગ્રેસ – 36%
અન્ય – 6%
કુલ બેઠક – 29
છત્તીસગઢ
ભાજપ – 9-11 બેઠક
કોંગ્રેસ – 0-2 બેઠક
અન્ય – 0-0 બેઠક
કુલ બેઠક – 11
છત્તીસગઢમાં કોને-કેટલા વોટ મળશે?
ભાજપ – 55%
કોંગ્રેસ – 37%
અન્ય – 8%
કુલ બેઠક – 11
રાજસ્થાન
ભાજપ – 23-25 બેઠક
કોંગ્રેસ – 0-2 બેઠક
અન્ય – 0-0 બેઠક
કુલ બેઠક – 25
રાજસ્થાનમાં કોને-કેટલા વોટ મળશે?
ભાજપ – 57%
કોંગ્રેસ – 34%
અન્ય – 9%
કુલ બેઠક – 25
કર્ણાટક
ભાજપ – 22-24 બેઠક
કોંગ્રેસ – 4-6 બેઠક
અન્ય – 0-0 બેઠક
કુલ બેઠક – 28
કર્ણાટકમાં કોને-કેટલા વોટ મળશે?
ભાજપ – 52%
કોંગ્રેસ – 43%
અન્ય – 5%
કુલ બેઠક – 28
તેલંગાણા
ભાજપ – 1-3 બેઠક
કોંગ્રેસ – 9-11 બેઠક
ઇછજ – 3-5 બેઠક
અન્ય – 1-2 બેઠક
કુલ બેઠક – 17
તેલંગાણામાં કોને-કેટલા વોટ મળશે?
ભાજપ – 21%
કોંગ્રેસ – 38%
ઇછજ – 33%
અન્ય – 8%
કુલ બેઠક – 17