ખાસ-ખબર સંવાદદાતા
જન્માષ્ટમી હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાય રહયો છે. કોરોનાના કારણે બે વર્ષ લોકમેળો બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારે હવે બે વર્ષ બાદ લોકમેળો યોજાય રહયો છે. લોકોની સાથે વેપારીઓ અને રાઇડસ ધારકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહયો છે. લોકમેળામાં સૌથી વધુ મજા બાળકો માણતા હોય છે.
બાળકો માટે રમકડા ખાણીપીણીના સ્ટોલ રાઇડસ રાખેલ હોવાથી બાળકો ભરપુર આનંદ માણતા હોય છે ત્યારે બાળકો માટે રમકડાના સ્ટોલ લોકમેળામાં લાગી જશે.એક મહિના પુર્વેથી જ વેપારીઓએ રમકડાની ખરીદી કરી લીધી હતી. હાલ ચાઇનીઝ રમકડા પર પ્રતિબંધ હોવાથી સંપુર્ણ રમકડાની આઇટમો મેડ ઇન ઇન્ડિયા છે. હાલ રમકડા, દિલ્હી, કોલકતા, જલંધર, પંજાબ, અમદાવાદથી મંગાવવામાં આવે છે.
- Advertisement -
રાજકોટમાં પણ મેન્યુફેકચરીંગ ચાલુ થઇ ગયું છે. રમકડામાં હજારોની સંખ્યામાં વેરાયટી મળે છે. બે વર્ષમાં ભાવમાં 40 ટકા ઉછાળો આવ્યો છે. આથી ખરીદનાર પર મોટો બોજો પડયો છે. આ વર્ષે 100થી નીચેની કિંમતના મળતા રમકડા ખુબ ઓછા જોવા મળશે.