નવી શિક્ષણ નીતિ હેઠળ નવા શિક્ષકોને તૈયાર કરવા સરકારનો પ્રયાસ
આગામી વર્ષથી ITEP લાગુુ, તમામ શૈક્ષણિક સંસ્થાઓએ NCTEની વેબસાઈટ પર નવા કોર્સ માટે અરજી કરવાની રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં ઘણા લોકો છે, જે શિક્ષક બનવા માગે છે. જો તમે પણ આગામી સમયમાં શિક્ષક બનવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા ઘણા જ કામના છે. હાલ દેશમાં શિક્ષક બનવા માટે બીએડની ડિગ્રી હોવી અનિવાર્ય છે. જો કે, હવે આગામી વર્ષથી બીએ-બીએડ અને બીએસસી-બીએડ કોર્સ બંધ કરવામાં આવી રહ્યો છે.
નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન એટલે કે ગઈઝઊ દ્વારા એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. આગામી વર્ષથી ચાર વર્ષના બીએ-બીએડ અને બીએસસી-બીએડ કોર્સ બંધ કરવામાં આવી રહ્યો છે. તેની જગ્યાએ હવે સંકલિત શિક્ષક શિક્ષણ કાર્યક્રમ શરૂ કરાશે. આ સાથે સમગ્ર અભ્યાસક્રમને બદલી નાખવામાં આવશે.
આ કોર્સને બીએ-બીએસસીના વિદ્યાર્થીઓ સાથે જ બીકોમના વિદ્યાર્થીઓ પણ કરી શકશે. આ નિર્ણય દ્વારા સરકારનો પ્રયાસ છે કે, નવી શિક્ષણ નીતિ હેઠળ નવા શિક્ષકોને તૈયાર કરવામાં આવે.
ગઈઝઊના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, હાલ જ કોર્સ ચાલી રહ્યા છે, તે અંતિમ છે. વર્ષ 2025-26 આ કોર્સમાં એડમિશન લઈ શકાશે નહીં. આગામી વર્ષથી આઈટીઈપી લાગુ કરવામાં આવશે. તમામ શૈક્ષણિક સંસ્થાઓએ ગઈઝઊની વેબસાઈટ પર નવા કોર્સ માટે અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 5 માર્ચ નક્કી કરવામાં આવી છે.
- Advertisement -
નવી શિક્ષણ નીતિ મુજબ વર્ષમાં બે વખત લેવાશે બોર્ડ પરીક્ષા
નવા પાઠ્યક્રમના ડ્રાફ અંતર્ગત ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે, જેમાંથી ઓછામાં ઓછી એક ભાષા ભારતીય હોવી જોઈએ. શિક્ષા મંત્રાલયે વર્ષ 2024થી પાઠ્યક્રમમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. શિક્ષણ મંત્રાલયએ જણાવેલી નવી શિક્ષા નીતિ અનુસાર પાઠ્યાક્રમનો ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. વર્ષ 2024ના શૈક્ષણિક સત્ર માટે પાઠ્ય પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. શિક્ષા મંત્રાયે જણાવ્યું કે નવા પાઠ્યક્રમના ડ્રાફ અંતર્ગત ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે. જેમાંથી ઓછામાં ઓછી એક ભાષા ભારતીય હોવી જોઈએ. શિક્ષા મંત્રાલય અનુસાર નવા પાઠ્યક્રમના ઢાંચા અંતર્ગત બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત થશે. વિદ્યાર્થીઓના સર્વશ્રેષ્ઠ અંક યથાવત રાખવાની મંજૂરી હશે. શિક્ષા મંત્રાલયના નવા અભ્યાસ ક્રમના ઢાંચા અંતર્ગત બોર્ડ પરીક્ષા મહિનાની કોચિંગ અને રટ્ટા લગાવવાની ક્ષમતાના મુકાબલે વિદ્યાર્થીઓની સમજ અને ક્ષમતાના સ્તરના મૂલ્યાંકન પર રહેશે. મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર નવા પાઠ્યાક્રમ ઢાંચા અંતર્ગત વર્ગ 11 અને 12માં વિષયોની પસંદગ સ્ટ્રીમ સુધી સીમિત નહી રહે. વિદ્યાર્થીઓનને પસંદગીનો વિષય પસંદ કરવા માટે આઝાદી મળશે. કક્ષાઓમાં પાઠ્ય પુસ્તકોને કવર કરવાની અત્યારની સ્થિતિની પ્રથાથી બચી શકાશે. પાઠ્ય પુસ્તકોની કિંમતો ઘટાડવામાં આવશે. સ્કૂલ બોર્ડ ઉચિત સમયમાં માંગ અનુસાર પરીક્ષાની ભલામણ કરવાની ક્ષમતા વિકસિત કરશે.