જાપાનમાં દુનિયાના પહેલા 6G ડિવાઈસના પ્રોટોટાઈપ પરથી પડદો ઉઠી ગયો છે. અહીં 6G ડિવાઈસ પર 5Gની તુલનામાં 20 ગણું વધારે ફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડનો એકસપીરિયન્સ મળી રહ્યો છે. આ ડિવાઈસે 100Gbps સુધીની સ્પીડ બતાવી છે જે ખૂબ જ ફાસ્ટ છે.
5G સ્પીડનો એક્સપીરિયન્સ ઘણા લોકો લઈ ચુક્યા છે. જ્યાં યુઝર્સને એક હાઈ સ્પીડ ઈન્ટરનેટ મળે છે. હવે દુનિયાના પહેલા 6G ડિવાઈસનું પ્રોટોટાઈપ સામે આવી ગયું છે. 100 Gigabits(GB) પ્રતિ સેન્ડરની સ્પીડથી ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે. આ 300 ફૂટથી વધારેનો એરિયા કવર કરી શકે છે. આ હાલની 5G ટેક્નોલોજીની તુલનામાં 20 ઘણું વધારે ફાસ્ટ છે. આ ઘણા લોકો માટે ખૂબ જ યુઝફૂલ સાબિત થઈ શકે છે. આ ડિવાઈસ સ્માર્ટફોન નથી.
- Advertisement -
જાપાનની કંપનીઓએ પાર્ટનરશિપમાં બનાવ્યુ ડિવાઈસ
આ 6G ડિવાઈસને જાપાનમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ ડિવાઈસને અમુક કંપનીઓએ પાર્ટનરશિપમાં બનાવ્યું છે. તેમાં DOCOMO, NTT કોર્પોરેશન, NEC કોર્પોરશન અને Fujitsuના નામ શામેલ છે.
- Advertisement -
11 એપ્રિલે કર્યું હતું સફળ પરીક્ષણ
રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે 11 એપ્રિલે આ ડિવાઈસનું સફળ પરીક્ષણ પુરૂ કરવામાં આવ્યું છે. કંપનીઓએ ખુલાસો કર્યો કે આ પ્રોટોટાઈપ ડિવાઈસ 100Gbpsની સ્પીડ પર પહોંચી શકે છે. આ ટેસ્ટ 328 ફૂટ દૂર પર દેખાતા ડિવાઈસની સાથે ટેસ્ટ કરીને જોવામાં આવ્યો અને સ્પીડ પણ ચેક કરવામાં આવી.
6Gનું હાલ સિંગલ ડિવાઈસ પર ટેસ્ટિંગ
6G પરીક્ષણ સિંગલ ડિવાઈસ પર ટેસ્ટ કરવામાં આવ્યું છે. તેમાં હાલ કોમર્શિયલ રીતે ટેસ્ટ નથી કરવામાં આવ્યું. 5G પર થિયોરિટિકલી મેક્સિમમ સ્પીડ 100Gbpsની મળી શકે છે. જોકે અસલ દુનિયામાં આ સ્પીડ ઓછી જ રહે છે. અમેરિકામાં T-Mobile યુઝર્સને સરેરાશ 200 Megabits Per Second(Mbps)ની સ્પીડ મળે છે.