– 30 સપ્ટેમ્બર પછી મુદત વધારો નહીં
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મે મહિનામાં ચલણમાંથી 2000ની નોટો પાછી ખેંચી લેવાની જાહેરાત કરી છે અને બેંકોમાં આ નોટો જમા કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. પરંતુ, લોકોના મનમાં પ્રશ્ન એ છે કે શું આ સમયમર્યાદા વધુ લંબાવવામાં આવશે? જનતાનો આ સવાલ સંસદસભ્યોએ સરકારને પૂછ્યો છે. જો કે, નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવશે નહીં, એટલે કે 30 સપ્ટેમ્બર સુધી તમારે તમારી પાસે રાખવામાં આવેલી 2000 રૂપિયાની નોટ બેંકોમાં જમા કરાવવી જોઈએ.
- Advertisement -
સંસદના ચોમાસુ સત્રમાં એનસીપી સાંસદ સુપ્રિયા સુલે સહિત ઘણા સાંસદોએ 2000ની નોટને લઈને સરકારને અનેક સવાલો પૂછ્યા હતા. જેના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
2000ની નોટોને લઈને સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું સરકાર સપ્ટેમ્બર 2023 પછી આ નોટો બદલવાની સમયમર્યાદા વધારવા માગે છે, જો તેમ હોય તો તેની વિગતો આપો. આ પ્રશ્નના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલમાં એવો કોઈ વિચાર નથી.