ખાસ-ખબર સંવાદદાતા
શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું હતું કે ભારત સિવાય કોઈ પણ દેશ મુશ્કેલીમાં મુકાયેલા તેમના દેશને ઈંધણ માટે પૈસા આપી રહ્યો નથી. સંસદમાં પોતાના સંબોધનમાં વિક્રમસિંઘેએ જણાવ્યું હતું કે તેમણે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના વડા ક્રિસ્ટાલિના યોર્જિવાને વિનંતી કરી છે કે તેઓ શકય તેટલી જલદી કોલંબો ટીમ મોકલે. જેથી કર્મચારી-સ્તરના કરારને અંતિમ સ્વપ આપી શકાય.
સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા આગામી છ મહિના માટે આઈએમએફ પાસેથી 6 બિલિયનની માંગ કરી રહ્યું છે.
- Advertisement -
રાય સંચાલિત સિલોન ઇલેકિટ્રસિટી બોર્ડ ના ઇજનેરો દ્રારા જાહેર કરાયેલા હડતાલના સંદર્ભમાં વિક્રમસિંઘેએ કહ્યું, કૃપા કરીને બ્લેકઆઉટ ન કરો, જો તમે ઇચ્છો તો તમે પ્લેકાર્ડ સાથે હડતાલ કરી શકો છો. તેમણે ઈજનેરોને ભાવનાત્મક અપીલ કરતા કહ્યું કે, જો તમે આ કરો છો, તો મને ભારત પાસે મદદ માંગવા માટે કહો નહીં. કોઈ દેશ આપણને ઈંધણ અને કોલસા માટે પૈસા નથી આપી રહ્યો. ભારત તે આપી રહ્યું છે.