અખબારના લે-આઉટ વાળી કંકોત્રી છપાવતો રાજકોટનો ખાંડેખા પરિવાર
5 ફેબ્રુઆરીના રોજ લગ્નના તાંતણે બંધનાર વર જય અને વધુ સોનલની બોરીચાએ પ્રિ-વેડીંગની તસવીરો પણ સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતી થીમ સાથે પડાવી છે.


ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રની ધરા પર આવેલ રંગીલું રાજકોટ નામ પૂરતું જ રંગીલું નથી. પરંતુ તેની અંદર વસવાટ કરતી રંગીલી પ્રજા તેમાં અનેક રંગો ભરીને રંગીલું બનાવે છે. આવું જ અનોખું અને આશ્ચર્ય પમાડે તેવું કાર્ય કર્યું છે રાજકોટમાં રહેતા ખાંડેખા પરિવારે. લગ્નનો સમય આવે એટલે ન જોયા હોય તેવા કોન્સેપ્ટ સાથે લગ્નનું આયોજન થતું હોય છે. ત્યારે આવું અનોખું આયોજન ખાંડેખા પરિવારે તેમના પુત્રની લગ્નની કંકોત્રી છપાવવા બાબતે કર્યું છે.
ખાસ-ખબર કાર્યાલયની મુલાકાતે આવેલા ખાંડેખા પરિવારના સભ્યો
- Advertisement -
- Advertisement -
લગ્ન એ અઢી અક્ષરની વાત છે પણ જીવનભર યાદ રહી જાય એ માટે દિનાબેન તથા મેહુલભાઈ નાથાભાઈ ખાંડેખાએ પોતાના સુપુત્ર જયના લગ્ન માટે અખબારના લે-આઉટ વાળી કંકોત્રી છપાવી છે. 6 પેજના કંકોત્રીના લે આઉટ સાથે બનાવેલ અખબારનું નામ તેમના માતાજીના નામ પરથી જેમાડી ન્યુઝ રાખવામાં આવ્યું છે. 5 ફેબ્રુઆરીના રોજ લગ્નના તાંતણે બંધનાર વર જય અને વધુ સોનલની બોરીચા સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતી થીમ સાથે પ્રિ-વેડીંગની તસવીરો પડાવી છે. તેમજ કંકોત્રીમાં મન કી બાતના ટાઈટલ સાથે બોરીચા સમાજના ઈતિહાસ, પરંપરા અને સંસ્કૃતિની જાણકારી આપી છે. અખબારન લેઆઉટ સાથે દેશ-વિદેશના સમાચાર પણ તેમાં છાપવામાં આવ્યા છે. આ અનોખી કંકોત્રી ગુલાબદાન બારોટ દ્વારા તૈયાર કરવામાં આવી છે.