દિલજીત છેલ્લા થોડા સમયથી ભારતભરમાં દિલ-લુમિનાટી ટુર પર છે. તેને દેશના ઘણા અલગ-અલગ શહેરોમાં આ ટુર કરી છે. તેના લાઈવ કોન્સર્ટમાં બૉલીવુડ સેલિબ્રિટી પણ એન્જોય કરતાં જોવા મળે છે. ત્યારે એવા જ એક કોન્સર્ટ દરમિયાન દિલજીતે એક એવું એલાન કર્યું છે જે સાંભળીને તેના ફેન્સ ચોંકી ઉઠયા છે.
પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ હાલ તેની મ્યૂઝિકલ ટુર દિલ-લુમિનાટીને લઈને ચર્ચામાં છે. દિલજીતે વિદેશમાં તો આના ઘણા શો કર્યા જ છે પણ અત્યારે ભારતના ઘણા શહેરોમાં પણ તેણે લાઈવ કોન્સર્ટમાં ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. એ વચ્ચે દિલજીતે તેના ચંડીગઢમાં યોજાયેલા લાઈવ કોન્સર્ટ દરમિયાન આજ પછી ભારતમાં લાઈવ કોન્સર્ટ નહીં કરવાનું એલાન કરતાં તેના ફેન્સને આઘાતમાં નાખી દીધા છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
લાઈવ કોન્સર્ટ દરમિયાન એલાન
ચંદીગઢમાં તેના લાઈવ કોન્સર્ટ દરમિયાન દિલજીતે કહ્યું કે જ્યાં સુધી ભારતમાં કોન્સર્ટ માટે જરૂરી અને વધુ સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં બને ત્યાં સુધી તે દેશમાં કોઈ કોન્સર્ટ નહીં કરે. તેના આ એલાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે તેના ચાહકોને નારાજ અને દુઃખી કરી રહ્યો છે. કોન્સર્ટ દરમિયાન દિલજીત દોસાંઝે કહ્યું કે ભારતમાં લાઈવ શો માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને જ્યાં સુધી ભારતમાં કોન્સર્ટ માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં બને ત્યાં સુધી પરફોર્મ નહીં કરવાની પણ વાત કરી હતી આ વિશે તેણે ત્યાંનાં અધિકારીઓને પણ અપીલ કરી હતી.
દિલજીતે શા માટે કર્યું આવું એલાન?
દિલજીતનું માનવું છે છે કે સંગીત અને લાઈવ કોન્સર્ટમાં ઘણી કમાણી છે અને આમાંથી લોકો ઘણા પૈસા કમાય છે તો આ બાબતે ધ્યાન આપવાની ખાસ જરૂર છે. દિલજીતે કહ્યું, “હું સ્ટેજને સેન્ટરમાં બનાવવા માંગુ છું જેથી લોકો તેની ચારે બાજુ ઊભા રહીને જોઈ શકે અને કોન્સર્ટનો અનુભવ વધુ અદ્ભુત બની શકે. જ્યાં સુધી અહીંની વ્યવસ્થામાં સુધારો નહીં થાય ત્યાં સુધી હું અહીં શો નહીં કરીશ. અમને હેરાન કરવાને બદલે સુવિધાઓ સુધારવા પર ધ્યાન આપો.” આટલું જ નહીં કોન્સર્ટની ટિકિટોના મસમોટા ભાવને લીધે પણ તેને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
મોંધી ટિકિટો પર બોલ્યો દિલજીત
કેટલાક લોકોએ તેમના પર ટિકિટના બ્લેક માર્કેટિંગનો આરોપ લગાવ્યો હતો. આ અંગે પ્રતિક્રિયા આપતા તેણે નિરાશા વ્યક્ત કરી હતી અને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેને કાળાબજાર કરનારાઓ સાથે કોઈ લેવાદેવા નથી. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું કે જો ટિકિટ બ્લેકમાં વેચવામાં આવી રહી છે, તો એક કલાકાર તેના વિશે કંઈ કરી શકે નહીં. દિલજીતનો આ કોન્સર્ટ દિલ્હીથી શરૂ થયો હતો, ત્યારબાદ તેણે જયપુર, હૈદરાબાદ, અમદાવાદ, લખનૌ, પુણે, કોલકાતા અને બેંગલુરુ જેવા શહેરોમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું જ્યાં તેના કોન્સર્ટમાં બૉલીવુડ હસ્તીઓ પણ જોવા મળી હતી.