UPI મારફત થતા પેમેન્ટમાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ નહીં પડે
સરકાર દ્વારા સ્પષ્ટતા : પેમેન્ટ પર ચાર્જ લેવાની હાલ કોઈ યોજના નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
દેશમાં વધતા જતા યુપીઆઈ મારફત નાણાંકીય વ્યવહારોમાં રૂા.3000થી ઉપરના વ્યવહારો પર ખાસ ચાર્જ લગાવાશે તેવા અહેવાલોને સરકારે નકારી દીધા છે. ખાસ કરીને નાણામંત્રાલય મરચન્ટ ડિસ્કાઉન્ટ રેટ દાખલ કરી રહ્યું છે.
પેમેન્ટ પ્રોસેસ માટે ચાર્જ આવશે તેવા જે છેલ્લા બે કે ત્રણ દિવસથી અહેવાલો આવતા હતા તેના પર નાણામંત્રાલયે સ્પષ્ટતામાં જણાવ્યું કે આ પ્રકારના ચાર્જ માટે સરકારની કોઈ યોજના નથી અને તેથી લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
- Advertisement -
હાલમાં જ પેમેન્ટ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા જે ડિઝીટલ પેમેન્ટ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે તેના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને યુપીઆઈ તથા રૂપે ડેબીટકાર્ડના વ્યવહારો પર 0.3 ટકાનો મરચન્ટ ડિસ્કાઉન્ટ રેટ દાખલ કરવા માટે માંગણી કરી હતી.
ભારતમાં ફોન-પે તથા ગુગલ પે એ બન્ને યુપીઆઈ પેમેન્ટમાં 80 ટકા જેવો હિસ્સો ધરાવે છે અને તેમાં હવે ફલીપકાર્ટ સુપર પેમેન્ટ એપ અને અન્ય પણ નવા એપ આવ્યા છે. તે વચ્ચે આ પ્રકારના વ્યવહારોની લોકપ્રિયતા વધી છે તે જોતા કંપનીઓ પર ટ્રાન્ઝેકશનનો બોજો પણ વધ્યો છે. રોજ રૂા.81 હજાર કરોડના સરેરાશ ટ્રાન્ઝેકશન થાય છે.