સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NMC હરકતમાં આવ્યું, કોલેજો પાસે સ્ટાઈપેન્ડની વિગતો માગી
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાત સહિત દેશભરની કેટલીક ખાનગી મેડિકલ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ ચૂકવાતું નથી અથવા તો નિયમ કરતાં ઓછુ ચૂકવાતુ હોવાની ફરિયાદો ઉઠી હતી. સ્ટાઈપેન્ડને લઈ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા કોર્ટે સર્વોચ્ચ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેટરને તમામ રાજ્યોમાં દરેક કોલેજ દ્વારા ચૂકવાતા સ્ટાઈપેન્ડની વિગતો સબમિટ કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા તમામ મેડિકલ કોલેજોને 23 એપ્રિલ સુધીમાં ઈન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને ચૂકવાતા સ્ટાઈપેન્ડની વિગતો સબમિટ કરવા સુચના આપી છે. નવા વર્ષથી દર મહિને વિગતો અપલોડ કરી વર્ષના અંતે રિપોર્ટ સબમિટ કરવો પડશે.
NMC દ્વારા તમામ મેડિકલ કોલેજોને તેમની સંબંધિત રાજ્ય સરકાર દ્વારા ચૂકવાયેલા સ્ટાઈપેન્ડ અને કોલેજ દ્વારા મહિના મુજબ ચૂકવાયેલા સ્ટાઈપેન્ડની વિગતો જમા કરવાની સુચના અપાઈ છે. ગખઈ દ્વારા માગવામાં આવેલ ડેટા માત્ર MBBS ઈન્ટર્ન માટે જ નથી, પણ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કે જેઓ જુનિયર રેસિડેન્ટ તરીકે કામ કરે છે અને સુપર સ્પેશિયાલિટી વિદ્યાર્થીઓ કે જેઓ હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ તરીકે કામગીરી કરી રહ્યાં છે. NMCએ તેની નોટીસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, વર્ષ-2024-25થી તમામ મેડિકલ કોલેજોએ દર મહિને ચૂકવવામાં આવતા સ્ટાઈપેન્ડની વિગતો મહિનાની પાંચમી તારીખ સુદીમાં તેમની વેબસાઈટ પર અપલોડ કરી દેવાની રહેશે. આ ઉપરાંત દરેક કોલેજે વર્ષના અંતે દર મહિને ચૂકવાયેલ સ્ટાઈપેન્ડની વિગતો સાથેનો રિપોર્ટ ગખઈને જમા કરાવવાનો રહેશે.