-દિલ્હી, પંજાબ, પ.બંગાળ, કર્ણાટક, તેલંગણા, કેરલ, રાજસ્થાન, બિહારના મુ્ખ્યમંત્રીઓ ગેરહાજર
નીતિ આયોગની આઠમી ગવર્નીંગ કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિકસીત ભારતના રોડ મેપને લઈને વડાપ્રધાન મોદીએ વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. નીતિ આયોગના ચેરમેન હોવાને નાતે વડાપ્રધાન મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. નીતિ આયોગની બેઠકમાં બધા રાજયોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજયપાલોને આમંત્રિત કરાયા છે.
- Advertisement -
આ બેઠક પ્રગતિ મેદાનમાં યોજાઈ હતી. બેઠકની થીમ ‘વિકસીત ભારત @2047 છે. નીતિ આયોગની આ બેઠકમાં મુખ્યત્વે એમએસએમઈ, ઈન્ફ્રાસ્ટ્રકચર અને રોકાણ, નિયમો ઘટાડવા, મહિલા સશકિતકરણ, સ્વાસ્થ્ય પોષણ, કૌશલ વિકાસ, ગતિશકિત, સામાજિક પાયાના માળખાનો વિકાસ મુદા રહ્યા હતા.
#WATCH | Prime Minister Narendra Modi chairs the 8th Governing Council meeting of Niti Aayog on the theme of 'Viksit Bharat @ 2047: Role of Team India' at the new Convention Centre in Pragati Maidan, Delhi. pic.twitter.com/6W0igz0WD8
- Advertisement -
— ANI (@ANI) May 27, 2023
કેટલાક રાજયોના મુખ્યમંત્રીએ બહિષ્કાર કર્યો: નીતિ આયોગની આ બેઠકનો દિલ્હીના સીએમ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, પશ્ચીમ બંગાળના સીએમ મમતા બેનર્જી, તેલંગણાના સીએમ ચંદ્રશેખર રાવ, બિહારના સીએમ નીતિશકુમાર, રાજસ્થાનના સીએમ ગેહલોત, કેરલના સીએમ પિનારાઈ વિજયન, કર્ણાટકના સીએમ સિધ્ધાર્થ રમૈયાએ બહિષ્કાર કર્યો હતો.
જયારે છતીસગઢના સીએમ ભૂપેશ બધેલ અને હિમાચલ પ્રદેશના સીએમ સુખબિન્દરસિંહ સુખ્ખુએ ઘણો ઉહાપોહ થયા બાદ મોડીરાત્રે બેઠકમાં આવવાનો ફેંસલો લીધો હતો.સીએમ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખી બેઠકમાં ભાગ ન લેવા માટે કેન્દ્ર સરકારના અધ્યાદેશને કારણ બતાવ્યો છે, જેના કારણે દિલ્હી સરકારના અધિકારો પર કાતર ચાલી ગઈ છે. પંજાબના સીએમ ભગવંત માનનો આરોપ હતો કે પંજાબ સાથે કેન્દ્ર સરકાર ભેદભાવ કરી રહી છે.