1.51 કરોડનું દાન અર્પણ: પુત્રવધુ માટે બનારસી સાડીઓ પણ પસંદ કરી
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ પોતાના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નનું આમંત્રણ કાર્ડ સોમવારે બાબા વિશ્વનાથને અર્પણ કર્યુ હતું. 12 જુલાઈએ અનંત અંબાણી અને રાધીકા મર્ચન્ટના લગ્ન છે.
- Advertisement -
સ્વર્ણ ગર્ભગૃહમાં બાબાનું ષોડશોપચાર પૂજન કર્યું હતું. બાદમાં તેમણે કમિશ્નર કૌશલરાજ શર્માને વિશ્વનાથ મંદિર માટે 1.51 કરોડનો ચેક આપ્યો હતો તેમની સાથે ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ હતા.
નીતા અંબાણી ચાર્ટર્ડ વિમાનથી બાબતપુર એરપોર્ટ પર પહોંચી હતી. ટર્મિનલથી બહાર નીકળતા નીતાએ કહ્યું હતું કે તેઓ કાશી વિશ્વનાથને આમંત્રણ અર્પણ કરવા આવ્યા છે. કન્યાપક્ષ તરફથી પણ નિમંત્રણ બાબાને ચઢાવ્યું હતું. નીતા અંબાણીને મંદિર તરફથી પ્રસાદમાં રૂદ્રાક્ષ અને સ્ફટીકની પાંચ માળાઓ ભેટ આપવામાં આવી હતી. 30 મીનીટના પૂજન બાદ તેમણે 10 મીનીટ ધર્મસ્થળ નિહાળ્યું હતું.
મા અન્નપૂર્ણાનું પણ એક કરોડની ધનરાશિ સાથે લગ્ન નિમંત્રણ કાર્ડ આપી ગંગા આરતીના દર્શન કર્યા હતા. આ બાદ તેઓએ હોટલ તાજમાં પુત્રવધુ માટે બનારસી સાડીઓ પસંદ કરી હતી. આ સાડીઓ મનીષ મલ્હોત્રાની ડિઝાઈન પરથી તૈયાર કરવામાં આવી છે.