જૂનાગઢ ગિરનાર શિખર પર નિર્વાણ લાડું ધરવાનો વિવાદ
દિગંબર જૈન સમાજના દેશભરમાંથી 5 હજાર લોકો ઉમટી પડયા
- Advertisement -
ગિરનાર શિખર અને પગથિયા પર ઉુજા સહિત જછઙનો ચુસ્ત બંદોબસ્ત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ ગિરનાર પર્વત પર આવેલ ગુરુદત્ત શિખરે નિર્વાણ લાડુ ધરવાનો વિવાદ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. ત્યારે આજે નિર્વાણ લાડુ ધરવા મામલે વહીવટી તંત્ર દ્વારા મનાઈ ફરવામાં આવી છે. અને એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે કોઈ ઘર્ષણ ન થાય તેના માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જયારે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના જણાવ્યા અનુસાર દેશના વિવિધ રાજ્યોમાંથી 5 હજાર જેટલા જૈન સમાજના લોકો આજે ગિરનાર પર આવ્યા છે જયારે પોલીસ સ્ટાફ અને એસઆરપી સહીતની ટિમો ખડેપગે રહી કોઈ વિવાદ ઉભો ન થાય તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ અનિચ્છિય બનાવ બનેલ નથી. ગિરનારની ટોચ પર ગુરૂદત્ત શિખરે નિર્વાણ લાડુ ધરવા તંત્રએ મનાઇ ફરમાવી છે માત્ર નીચે વિધી સાથે લાડુ ધરવા પરવાનગી આપવામાં આવી છે. જયારે આજે સવારથી દિગંબર જૈન સમાજના પાંચ હજાર જેટલા યાત્રીઓ ગિરનારની યાત્રાએ પધાર્યા છે.
જ્યારે શિખર પર લાડુ ધરવા સંતો મહંતોનો અગાઉથી વિરોધ છે. ત્યારે સુરક્ષાને ઘ્યાને લઇ ગિરનાર પર્વત પર એસઆરપી ટીમ, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત 250 પોલીસકર્મીઓનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ગિરનાર પર્વત પર આવેલ ગુરૂદત્ત શિખરે નિર્વાણ લાડુ ધરવા મામલે વર્ષોથી સાધુ સંતો અને જૈન સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેના અનુસંધાને આજે હજારોની સંખ્યામાં દેશભરમાંથી જૈન સમાજ ઉમટી પડયો છે. ત્યારે લોકો દત્તાત્રેય શિખરે દર્શન માટે જઇ શકશે. પરંતુ કોઇ ઉચ્ચારણો કરી શકશે નહીં. જે અન્વયે કોઇ ઘર્ષણ ન થાય તેના માટે ભવનાથ તળેટીથી ગિરનાર શિખર સુધીના રસ્તા પર ખાસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત જતા લોકોનું ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. આ નિર્વાણ લાડુ કાર્યક્રમ દરમિયાન ધાર્મિક લાગણી ન દુભાય તેના માટે સમગ્ર ભવનાથ વિસ્તાર અને ગુરૂદત્તાત્રેય શિખર ટુંક ક્ષેત્રમાં એસડીએમ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી ભાષણ સુત્રોચ્ચાર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા ભવનાથ તળેટીમાં આવેલ હોટેલ, ગેસ્ટહાઉસ અને ધર્મશાળાઓ, આશ્રમોની પણ તપાસ કરવામાં આવી છે. સાયબર સેલની ટીમ દ્વારા સોશ્યલ મિડીયા પર પણ વોંચ રાખવામાં આવી રહી છે. દત્ત શિખર પર નિર્વાણ લાડુ ધરવાના વિવાદ મામલે તા.2 અને તા.3 જુલાઇના રોજ આ પવિત્ર સ્થાન પર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ગિરનારની સીડી પર ખાસ તકેદારીના ભાગરૂપે અલગ-અલગ જગ્યાએ ચેકીંગ પોઇન્ટ રાખવામાં આવ્યા છે અને લાડુ અને ચોખા જેવી વર્જીત વસ્તુઓ લઇ જવા દેવામાં આવશે નહીં અને આ ચેકીંગ સમયે પોઇન્ટ પર વિડીયો ગ્રાફી પણ કરવામાં આવી રહી છે. આમ હાલ મળતા સમાચાર મુજબ હજુ સુધી કોઇ વિવાદ સામે આવ્યો નથી અને જે યાત્રીકો ગિરનાર દર્શન કરવા આવેલ છે તે લોકો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી પરત ફરતા હોવાની વાત સામે આવી રહી છે.



