12 લાખ સુધીની આવક પર ઝીરો ટેક્સ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2025 રજૂ કરવામાં આવ્યું હતું. આ વખતે 1 કલાક અને 14 મિનિટ સુધી નાણામંત્રીએ ભાષણ કર્યું છે. નાણામંત્રીએ જણાવ્યું કે, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ ટક્સ નહીં. આ નિર્ણયથી નોકરિયાત અને મધ્યમ વર્ગને મોટો લાભ થશે. આ ઉપરાંત મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવેલી દવાઓની યાદીમાં 36 જીવનરક્ષક દવાઓ ઉમેરવામાં આવશે. વધુ 37 દવાઓ અને 13 નવા દર્દી સહાય કાર્યક્રમોને મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે, અમે પાયાના અવકાશી માળખાગત સુવિધાઓ અને ડેટા વિકસાવવા માટે રાષ્ટ્રીય ભૂ-અવકાશી મિશન શરૂ કરીશું. પીએમ-ગતિ શક્તિનો ઉપયોગ કરીને, આ મિશન જમીન રેકોર્ડ, શહેરી આયોજન અને માળખાગત પ્રોજેક્ટ્સના ડિઝાઇનના આધુનિકીકરણને સરળ બનાવશે.
વીમા ક્ષેત્ર માટે ઋઝઈં મર્યાદા 74 થી વધારીને 100 ટકા કરવામાં આવશે. આ વધેલી મર્યાદા તે કંપનીઓ માટે ઉપલબ્ધ રહેશે જે ભારતમાં તેમના સમગ્ર પ્રીમિયમનું રોકાણ કરે છે. ઞઉઅગ-છઈજ એ 1.5 કરોડ મધ્યમ વર્ગના લોકોને ઝડપી હવાઈ મુસાફરીની સુવિધા પૂરી પાડી છે. સુધારેલી ઞઉઅગ યોજના 120 નવા સ્થળો સાથે પ્રાદેશિક જોડાણ વધારશે અને આગામી 10 વર્ષમાં 4 કરોડ વધારાના મુસાફરોનું પરિવહન કરશે. પર્વતીય અને ઉત્તર પૂર્વ પ્રદેશોમાં હેલિપેડ અને નાના એરપોર્ટને સમર્થન મળશે. ઓનલાઈન પ્લેટફોર્મ કામદારોના યોગદાનને માન્યતા આપતા, અમારી સરકાર તેમના ઓળખ કાર્ડ અને ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણીની વ્યવસ્થા કરશે. તેમને પીએમ-જન આરોગ્ય યોજના હેઠળ આરોગ્યસંભાળ પૂરી પાડવામાં આવશે. આ પગલાથી લગભગ 1 કરોડ ઓનલાઇન પ્લેટ કામદારોને મદદ મળવાની શક્યતા છે.
પીપીપી પ્રોજેક્ટ્સ અને એસેટ મુદ્રીકરણ સહિત અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ પર ભાર મૂકવામાં આવશે. દરેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત મંત્રાલય પીપીપી ઈન્ફ્રા પ્રોજેક્ટ્સની 3 વર્ષની પાઇપલાઇન સાથે આવશે. સરકાર જઈ અને જઝ ની મહિલાઓ, પહેલી વાર ઉદ્યોગસાહસિક બનનારી મહિલાઓ માટે નવી યોજના શરૂ કરશે. આ યોજના આગામી 5 વર્ષ દરમિયાન 2 કરોડ રૂપિયા સુધીની મુદત લોન પૂરી પાડશે.
63 વર્ષ જૂનો કાયદો બદલાશે
- Advertisement -
આવતા સપ્તાહે નવું ઈન્કમ ટેક્સ બિલ લાવશે સરકાર
નાણા મંત્રી નિર્મલા સીતારમણે ઈન્કમ ટેક્સ માટે બજેટમાં મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે, સરકાર નવું ઈન્કમ ટેક્સ બિલ લાવી રહી છે. જેની જાહેરાત આગામી સપ્તાહે કરાશે. કરદાતાઓની સુવિધા માટે નવું બિલ રજૂ કરવાની યોજના થઈ છે. કરદાતાઓને અનુકૂળતા અને સરળતા પ્રદાન કરતાં ફેસલેસ અસેસમેન્ટ સહિત અનેક સુધારાઓ લાગુ કરાશે. આ બિલમાં સેલ્ફ-અસેસમેન્ટના આધારે 99 ટકા રિટર્ન સાથે આઈટી રિટર્નની પ્રક્રિયાને ઝડપી બનાવાશે. બજેટમાં સૌથી વધુ રાહ જોવાતી અને ખાસ કરીને મધ્યમવર્ગ માટે મહત્ત્વની ગણાતી ઈન્કમ ટેક્સ સંબંધિત મોટા સુધારાઓ કરવામાં આવ્યા છે. નવી ટેક્સ રિજિમ હેઠળ રૂ. 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં. ટીસીએસ મર્યાદા પણ 7 લાખથી વધારી 12 લાખ કરવામાં આવી છે. ટીડીએસ મર્યાદા પણ વધારામાં આવી. કરદાતાઓ અને વિવિધ નિષ્ણાતો દ્વારા બજેટમાં નવી ટેક્સ પ્રણાલીમાં અનેક સુધારા થવાની અપેક્ષા હતી. જેમાં નવો 25 ટકાનો ટેક્સ સ્લેબ ઉમેરે તેવી ભલામણો પણ થઈ હતી. 15થી 20 લાખની આવક પર 30 ટકાને બદલે 25 ટકા ટેક્સ સ્લેબ લાગુ કરવાની માગ હતી.
મધ્યમ વર્ગ
નવી રિઝીમમાં 12 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નથી.
પગારદાર લોકો માટે, 12.75 લાખ રૂપિયાની કર મુક્તિ છે અને સ્ટાન્ડર્ડ ડિડક્શન 75 હજાર રૂપિયા છે.
સ્લેબ 1: 0 થી 4 લાખ રૂપિયા સુધીની આવક પર ઝીરો ટેક્સ.
સ્લેબ 2: 4 થી 8 લાખ રૂપિયા સુધી 5% ટેક્સ.
સ્લેબ 3: 8 લાખ રૂપિયાથી 12 લાખ રૂપિયા સુધી 10% ટેક્સ, 80 હજાર રૂપિયાનો લાભ. (નોંધ: 87અ હેઠળ બીજા અને ત્રીજા સ્લેબનો ટેક્સ માફ કરવામાં આવ્યો છે.)
સ્લેબ 4: 12 લાખ રૂપિયાથી 16 લાખ રૂપિયા સુધી 15% ટેક્સ, 70 હજાર રૂપિયાનો લાભ.
સ્લેબ 5: 16 થી 20 લાખ રૂપિયા સુધી 20% ટેક્સ.
સ્લેબ 6: 24 લાખ રૂપિયા સુધી 25% ટેક્સ, 1 લાખ 10 હજાર રૂપિયાનો લાભ.
સ્લેબ 7: 24 લાખ રૂપિયાથી વધુ પર 30% ટેક્સ, 1 લાખ 10 હજાર રૂપિયાનો લાભ.
વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સ મુક્તિ બમણી કરવામાં આવી.
ઝઉજ મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી.
તમે 4 વર્ષ માટે અપડેટેડ ઈંઝછ ફાઇલ કરી શકો છો.
ભાડાની આવક પર ઝઉજ મુક્તિ વધારીને રૂ. 6 લાખ કરવામાં આવી.
મોબાઇલ ફોન અને ઇ-કાર સસ્તા થશે.
લિથિયમ આયન બેટરી સસ્તી થશે.
કઊઉ-કઈઉ ટીવી સસ્તા થશે. કસ્ટમ ડ્યુટી ઘટાડીને 2.5% કરવામાં આવી.
1 લાખ કરોડ રૂપિયાનું શહેરી પડકાર ભંડોળ બનાવવામાં આવશે.
શહેરી વિસ્તારોમાં ગરીબોની આવક વધારવા માટે એક યોજના શરૂ કરવામાં આવશે.
એક લાખ અધૂરા મકાનો પૂર્ણ કરવામાં આવશે, 2025માં 40 હજાર નવા મકાનો સોંપવામાં આવશે.
દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા માટેનો જળ જીવન મિશન કાર્યક્રમ 2028 સુધી લંબાવવામાં આવશે.
નોકરિયાત
આવતા અઠવાડિયે દેશમાં નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે.
1 કરોડ ગિગ વર્કર્સને સામાજિક સુરક્ષા યોજના મળશે. (ગિગ વર્કર્સ એટલે છૂટક મજૂરી કરતા લોકો)
ગિગ કામદારોને ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવામાં આવશે.
મોબાઇલ-LED-LCD ટીવી, કેન્સર સહિતની 37 જીવન રક્ષક દવાઓ, ઇલે. વાહનો સસ્તાં થશે
ખનીજો પરની કસ્ટમ ડ્યુટી ઘટાડાઇ
ખાસ-ખબર બજેટ વિશેષ
નાણામંત્રી નિર્મલા સિતારામને આજે કેન્દ્રીય બજેટમાં અનેક રાહતોની જાહેરાત કરી છે. ખાસ કરીને આયાત ડયુટી ઘટાડીને દેશમાં ઉત્પાદનને વેગ મળે તે રીતે કાચા માલ સહિતના આયાતોમાં ઘટાડો કર્યો છે. સૌથી મહત્વનું મોબાઇલ ફોન આગામી દિવસોમાં સસ્તા થશે.
મોબાઇલ ફોન, બેટરીના ઉત્પાદનમાં વપરાતા કાચા માલ પરની આયાત ડયુટીને કેપીટલ ગુડઝ હેઠળ સંપૂર્ણપણે દુર કરી છે. આવી જ રીતે કેન્સર સહિતની 36 દવાઓ તથા અન્ય મેડીસીનને પણ બેઝીક કસ્ટમ ડયુટીમાંથી મુકિત આપી છે.
આગામી સમયમાં ઇલેકટ્રીક વાહનો સસ્તા થાય તે માટે ફ્રોઝન ફીશ પ્લેટને કસ્ટમ ડયુટી 30 ટકામાંથી ઘટાડીને 5 ટકા કરી છે. આ જોગવાઇ જે ઉત્પાદકો અને નિકાસકારો તેને માટે લાગુ રહેશે. આ ઉપરાંત 12 અલગ અલગ પ્રકારના ખનીજ કે જે દવાઓના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેને પણ કસ્ટમ ડયુટીમાંથી મુકિત આપવામાં આવી છે.
આ ઉપરાંત દેશમાં એલઇડી, એલસીડી ટીવી ઉત્પાદનમાં વપરાશ ઓપન સેલ પરની આયાત જકાત પણ ઘટાડવામાં આવી છે. આ ઉપરાંત ઘરઆંગણે જહાજી નિર્માણને વેગ આપવા માટે જે કાચા માલ પરની કસ્ટમ ડયુટી માફ કરવામાં આવી હતી તે વધુ 10 વર્ષ માટે લંબાવવામાં આવી છે. આ ઉપરાંત દરિયાઇ ઉત્પાદનોને પણ આ સુવિધાનો લાભ મળશે.
આ ઉપરાંત અન્ય ઉત્પાદનોને આ રીતે છુટછાટોને આવરી લેવાયા છે. કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતા અને જવલ્લે થતા જ રોગની સારવાર માટે મહત્વની 36 જેટલી દવાઓને પણ બેઝીક કસ્ટમ ડયુટીમાંથી માફી મળી છે.
આ ઉપરાંત નાણામંત્રીએ હેન્ડીક્રાફટના નિકાસ માટે નવી સપોર્ટ સિસ્ટમની જાહેરાત કરી છે. વેટ બ્લુ લેધર તરીકે ઓળખાતા ચામડાને પૂરી રીતે બેઝીક કસ્ટમ ડયુટીમાંથી માફ કરવામાં આવી છે.
બજેટમાં શું સસ્તું-શું મોંઘું?
આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. આ મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણકાલિક બજેટ છે. નિર્મલા સીતારમણે સતત 8મી વખત બજેટ રજૂ કર્યું છે. નાણા મંત્રીએ બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો છે. આ બજેટમાં થનારી જાહેરાતો સામાન્ય વ્યક્તિ પર ખૂબ મોટી અસર કરે છે. બજેટમાં મધ્યમવર્ગને આશા હોય છે જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તું થાય છે. ત્યારે બજેટમાં કેટલીક વસ્તુઓ સસ્તી થઇ છે, જ્યારે કેટલીક વસ્તુઓ મોંઘી બની છે. આવો જાણીએ આ બજેટમાં કઇ વસ્તુઓ સસ્તી થઇ છે અને કઇ વસ્તુઓના મોંઘી બની છે.
શું થયું સસ્તું?
મોબાઈલ ફોન, મોબાઈલ બેટરી, કઊઉ અને કઈઉ ટીવી, કેન્સર જેવી જીવનરક્ષક દવાઓ, ઈલેક્ટ્રિક વાહનો, કપડાનો સામાન, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, લેધર ગૂડ્સ, હેન્ડલૂમ કપડાં, કેમેરા મોડ્યુલ, કનેક્ટર, વાયર્ડ હેડસેટ, માઇક્રોફોન-રિસીવર, ઞજઇ કેબલ, ફિંગરપ્રિન્ટ રીડર, મોબાઈલ ફોન સેન્સર
શું થયું મોંઘું?
ફ્લેટ પેનલ ડિસ્પ્લે, ટીવી ડિસ્પ્લે, ગૂંથેલા કાપડ
ખેડૂત
કિસાન ક્રેડિટ કાર્ડ (ઊંઈઈ)ની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.
દેશમાં પીએમ ધન-ધન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવશે. 100 જિલ્લાઓને લાભ મળશે.
ડેરી અને મત્સ્યઉદ્યોગ માટે 5 લાખ રૂપિયા સુધીની લોન.
દરિયાઈ ઉત્પાદનો સસ્તા થશે, કસ્ટમ ડ્યુટી 30%થી ઘટાડીને 5% કરવામાં આવશે.
અંદમાન, નિકોબાર અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવામાં આવશે.
બિહારના ખેડૂતોને મદદ કરવા માટે મખાના બોર્ડની રચના કરવામાં આવશે.
પશ્ર્ચિમ કોસી નહેર પ્રોજેક્ટ મિથિલા ક્ષેત્રમાં શરૂ થશે. 50 હજાર હેક્ટર વિસ્તારના ખેડૂતોને ફાયદો થશે.
કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે 6 વર્ષનું મિશન.
ગ્રામીણ યોજનાઓમાં પોસ્ટ પેમેન્ટ બેંક ચુકવણી સેવાનો વિસ્તાર કરવામાં આવશે.
કપાસના ઉત્પાદન માટે 5 વર્ષનો કાર્યયોજના. ઉત્પાદન અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરો.
આસામના નામરૂપમાં એક નવો યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
યુવા
સ્ટાર્ટઅપ્સ માટે 10 હજાર કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવશે.
500 કરોડ રૂપિયાથી 3 અઈં (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) શ્રેષ્ઠતા કેન્દ્રો બનાવવામાં આવશે.
આગામી 5 વર્ષમાં તબીબી શિક્ષણમાં 75 હજાર બેઠકોનો વધારો થશે.
દેશના 23 આઈઆઈટીમાં 6500 બેઠકો વધારવામાં આવશે.
મેડિકલ કોલેજોમાં 10 હજાર બેઠકો વધશે.
પીએમ રિસર્ચ ફેલોશિપ હેઠળ 10 હજાર નવી ફેલોશિપ આપવામાં આવશે.
દેશમાં જ્ઞાન ભારત મિશન શરૂ કરવામાં આવશે, 1 કરોડ હસ્તપ્રતોનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે.
પટના આઈઆઈટીમાં હોસ્ટેલ સુવિધાઓ વધારવામાં આવશે.
મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડને પ્રોત્સાહન આપશે.
કૌશલ્ય વધારવા માટે 5 રાષ્ટ્રીય સ્તરના કેન્દ્રો બનાવવામાં આવશે.
બધી સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સાથે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવામાં આવશે.
દેશને રમકડા ઉત્પાદન ‘હબ’ બનાવાશે
દેશમાં રોજગારી, નિકાસમાં સૌથી મોટો ફાળો આપતા ક્ષેત્ર માટે અનેક જાહેરાતો: રોકાણ મર્યાદા અઢી ગણી વધારાઈ
આ ક્ષેત્રમાં પાંચ લાખ મહિલા- એસ.ટી.-એસ.સી. વર્ગ માટે બે કરોડ રૂપિયાની ટર્મલોન: સ્ટાર્ટઅપને રૂા.10 કરોડનું ભંડોળ અપાશે
ખાસ-ખબર ઈં બજેટ વિશેષ
દેશમાં હવે મેઈક-ઈન-ઈન્ડીયા પ્રોજેકટ હેઠળ ઘરેલું ઉત્પાદનને વેગ આપવા અને ખાસ કરીને ફરી આળસ મરડીને બેઠા થયેલા ચીન સાથે સીધી સ્પર્ધા કરવા મોદી સરકારે માઈકો, સ્મોલ, મીડીયમ ઈન્ડસ્ટ્રીઝ (એમએસએમઈ)ને પુરી તાકાતથી મદદ કરવા નિર્ણય લીધો છે. દેશમાં જોબ આપવામાં પણ આ ક્ષેત્ર સૌથી આગળ છે અને 48% જોબ એમએસએમઈમાં ઉપલબ્ધ છે. ઉપરાંત મોટા ઉદ્યોગોને માટે એમએસએમઈનું પીઠબળ મહત્વનું સાબીત થઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારામને આજે કેન્દ્રીય બજેટમાં એમએસએમઈ તે ખાસ નવા પ્રોત્સાહનની જાહેરાત કરી છે. ખાસ કરીને રમકડા ઉદ્યોગમાં ભારતને ગ્લોબલ હબ બનાવવા એમએસએમઈ મહત્વનું સાબીત થશે. જેના માટે સ્કીમ વધારવા ઉત્પાદન ઈકોસીસ્ટમ સ્થાપવામાં આવશે. દેશમાં એમએસએમઈ એ નિકાલમાં 45% યોગદાન આપે છે અને નાણામંત્રીએ હવે એમએસએમઈ માટે ખાસ ક્રેડીટકાર્ડ યોજના લોન્ચ કરી છે જે દરેક નાના લઘુ-મધ્યમ ઉદ્યોગોને તેની આવશ્ર્યકતા મુજબ ઉપલબ્ધ કરાશે. ખાસ કરીને પ્રથમ વખત ઉદ્યોગ સ્થાપી રહેલા આ ક્ષેત્ર સાહસિકને રૂા.2 કરોડની ટર્મ લોન આપવામાં આવશે અને તેમાં પાંચ લાખ મહિલાઓ અને અનુસૂચીત જાતિ-જનજાતિના સાહસિકોને આવરી લેવાશે. આ ઉપરાંત લઘુ ઉદ્યોગોને ખાસ રૂા.5 લાખની મર્યાદાના ક્રેડીટ કાર્ડ અપાશે. પ્રારંભમાં 10 લાખ ક્રેડીટ કાર્ડ જારી કરાશે. આ ઉપરાંત આ ક્ષેત્રમાં પણ હવે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન અપાશે જેમાં રૂા.10 કરોડની હળવા વ્યાજની લોન પણ અપાશે. દેશમાં હાલ એમએસએમઈની સંખ્યા 1 કરોડની છે. જેની સાથે 5.7 કરોડ લોકો જોડાયેલા છે. એમએસએમઈમાં હવે રોકાણ મર્યાદા અઢી ગણી વધારાઈ છે. જેની વધુ ઉદ્યોગો જે હાલ અસ્તિત્વમાં છે તે પણ આ ક્ષેત્રની વ્યાખ્યામાં આવી જશે અને તેને પણ આ ક્ષેત્રની યોજનાનો લાભ મળશે. ચીન સાથે સ્પર્ધા કરવા અને દેશમાં રોજગારીનો જે મુખ્ય પ્રશ્ર્ન છે તેને હલ કરવા સરકાર આ એમએસએમઈ પર મોટો આધાર રાખવા માંગે છે જે ઓછા મુડીરોકાણથી પણ વધુ રોજગારી વધુ નિકાસ સર્જી શકશે.
MSME ક્રેડિટ કવર હવે રૂા. 10 કરોડનું
નાણામંત્રીએ ખજખઊ માટેની ક્રેડીટ કાર્ડ લીમીટ વધારી છે તેની સાથે ક્રેડીટ ગેરેંટી કવર રૂા. પાંચ કરોડથી વધારીને રૂા. 10 કરોડ કરી છે. જેના કારણે તેઓ બેંકો સહિતની નાણાકીય સંસ્થાઓ પાસેથી વધુ ધિરાણ મેળવી શકશે. સરકાર તે મારફત દોઢ લાખ કરોડ રૂપિયાનું નવું ધિરાણ આપવા તૈયારી કરી રહ્યું છે.
વેપારી
ખજખઊ માટે લોન ગેરંટી મર્યાદા 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવશે.
સોશિયલ વેલફેર સરચાર્જ દૂર કરવાનો પ્રસ્તાવ.
7 ટેરિફ દરો દૂર કરવામાં આવશે. હવે દેશમાં ફક્ત 8 ટેરિફ દર જ રહેશે.
ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ટિયર-2 શહેરોમાં બનાવવામાં આવશે.
દેશને રમકડાં ઉત્પાદનનું વૈશ્ર્વિક કેન્દ્ર બનાવવા માટે રાષ્ટ્રીય યોજના બનાવવામાં આવશે.
નવી લેધર યોજના 22 લાખ લોકોને રોજગારી પૂરી પાડશે.
બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેક્નોલોજીની સ્થાપના કરવામાં આવશે.
સૂક્ષ્મ ઉદ્યોગો માટે 5 લાખ રૂપિયાની મર્યાદાવાળા કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે.
પ્રથમ વર્ષમાં 10 લાખ કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે.
શહેરી શેરી વિક્રેતાઓ માટે પીએમ સ્વાનિધિ યોજનાની લોન મર્યાદા વધીને 30 હજાર થશે.
કોર્પોરેટ
વીમા ક્ષેત્રમાં રોકાણ માટે ઋઉઈં મર્યાદા વધારવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય વેપાર માટે ભારત નેટ ટ્રેડની સ્થાપના કરવામાં આવશે.
50 નવા પર્યટન સ્થળો વિકસાવવામાં આવશે.
ઉડાન યોજના સાથે 100 નવા શહેરો જોડાશે.
પહાડી વિસ્તારોમાં નવા નાના એરપોર્ટ બનાવવામાં આવશે.
બિહારમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે.
પરમાણુ ઊર્જા સંશોધન અને વિકાસ માટે રૂ. 20 હજાર કરોડનું ભંડોળ.
રાજ્યોમાં ખાણકામ સૂચકાંક સ્થાપિત કરાશે.
વૃદ્ધ
વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરીને 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી.
36 જીવનરક્ષક દવાઓ સંપૂર્ણપણે કરમુક્ત છે.
દેશમાં 200 ડે-કેર કેન્સર સેન્ટર બનાવવામાં આવશે.
તબીબી ઉપકરણો અને કેન્સરની દવાઓ સસ્તી થશે.
6 જીવનરક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી 5% ઘટાડી.
13 દર્દી સહાય કાર્યક્રમ મૂળભૂત કસ્ટમ ડ્યુટીની બહાર.
ખેડૂતો, મહિલાઓ, યુવાનો… સરકાર સમાજના સૌથી મોટા વર્ગને સંતોષવામાં સફળ
ખેડૂતો માટે પીએમ ધાનધાન્ય યોજના, યુરિયા પ્લાન્ટ, મર્યાદા વધારવામાં આવી
દલિત અને આદિવાસી મહિલાઓને સશક્ત બનાવવા માટે નવી યોજના
યુવાનો માટે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ભાર
નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટને ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલા શક્તિ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરતું ‘જ્ઞાન’બજેટ ગણાવ્યું
ખાસ-ખબર બજેટ વિશેષ
નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું તેના થોડા સમય પહેલા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહયું હતું કે આ બજેટ ‘જ્ઞાન’ (જ્ઞાન) નું બજેટ હશે. જ્ઞાન એટલે ગરીબ, યુવાનો, અન્નદાતા (ખેડૂતો) અને મહિલા શક્તિ. તેની અસર નાણામંત્રીના બજેટ ભાષણમાં પણ જોવા મળી. સરકારે બજેટ દ્વારા ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધન્ય યોજનાની જાહેરાત કરી. હાલની યોજનાઓના સંકલન દ્વારા, આ કાર્યક્રમ ઓછી ઉત્પાદકતા, મધ્યમ સ્તરની પાક ઘનતા અને સરેરાશથી ઓછા ધિરાણ ધોરણો ધરાવતા 100 જિલ્લાઓને આવરી લેશે. આસામના નામરૂપમાં 12.7 લાખ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતો યુરિયા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. પૂર્વીય ક્ષેત્રમાં ત્રણ બંધ યુરિયા પ્લાન્ટ ફરીથી ખોલવામાં આવ્યા છે, જે યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફનું એક પગલું છે. દેશભરમાં 07 કરોડથી વધુ ખેડૂતો, પશુપાલન ખેડૂતો અને મત્સ્યપાલન ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ટૂંકા ગાળાની લોન આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી બિહારમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટની સ્થાપના કરવામાં આવશે, જે ખેડૂતોના ઉત્પાદનની ગુણવત્તા વધારીને તેમની આવકમાં વધારો કરશે. મખાનાના ઉત્પાદન, પ્રક્રયિા, મૂલ્યવર્ધન અને માર્કેટિંગમાં સુધારો કરવા માટે બિહારમાં મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે દલિત અને આદિવાસી સમુદાયની મહિલાઓને સશક્ત બનાવવા માટે એક નવી યોજનાની જાહેરાત કરી. પહેલી વાર ઉદ્યોગસાહસિક બનનારી જઈ/જઝ સમુદાયની 5 લાખ મહિલાઓને સશક્ત બનાવવાનો ઉદ્દેશ્ર્ય. આગામી 5 વર્ષ દરમિયાન તેમને 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન આપવાની યોજના છે. બજેટ ભાષણમાં બજેટમાં યુવાનો માટે કઈ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે તેનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નહોતો, પરંતુ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ભાર સ્પષ્ટપણે દેખાતો હતો. 23 ઈંઈંઝ માં 1.35 લાખ વિદ્યાર્થીઓ છે. ઈંઈંઝ પટનાનું વિસ્તરણ કરવામાં આવશે આગામી 5 વર્ષમાં તબીબી શિક્ષણમાં 75 હજાર બેઠકો વધારવાની જાહેરાત કરાઈ છે. પાંચ ઈંઈંઝમાં વધારાની માળખાગત સુવિધાઓ બનાવવામાં આવશે, ઈંઈંઝ પટનાનું વિસ્તરણ કરવામાં આવશે.